શાહિદ કપૂર-તૃપ્તિ સાથે વિશાલ ભારદ્વાજ બનાવશે ‘ઓ’રોમિઓ’

મુંબઈ, ઘણી અટકળો અને ચર્ચાઓ પછી અંતે વિશાલ બારદ્વાજ અને શાહિદ કપૂરની ફિલ્મનું નામ જાહેર થઈ ગયું છે. ફિલ્મ પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ વિશાલ ભારદ્વાજની આવનારી ફિલ્મના નામની જાહેરાત કરી છે, તૃપ્તિ ડિમરી અને શાહિદ કપૂરની આ ફિલ્મનું નામ ‘ઓ’રોમિયો’ છે. આ ફિલ્મ ૧૩ ફેબ્›આરી, ૨૦૨૬એ રિલીઝ થશે.
સાજીદ નડિયાદવાલાની આ જાહેરાતે ઘણી ચર્ચાઓ જગાવી છે. માત્ર શાહિદ અને તૃપ્તિ માટે નહીં પણ ખાસ તો વિશાલ ભારદ્વાજ અને સાજિદ નડિયાદવાલા જોડાયા તે પણ એક ચર્ચાનો વિષય છે. સાજીદ નડિયાદવાલા સામાન્ય રીતે સફળ કમર્શીયલ ફિલ્મ બનાવવા માટે જાણીતા પ્રોડ્યુસર છે.
જ્યારે વિશાલ ભારદ્વાજે પોતાની વાર્તા કહેવાની અલગ પ્રકારની શૈલી અને ગંભીર ફિલ્મ માટે એક અલગ છાપ ઉભી કરી છે. ત્યારે હવે આ ફિલ્મ માટે આ બંને એકઠા થવાથી સર્જનાત્મક રીતે એક ઊઁડાણ ધકવતી ફિલ્મ સાથે સામાન્ય લોકોને પસંદ પડે એવી કમર્શીયલ ફિલ્મ હોવાની અપેક્ષાઓ છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેમાં શાહિદ કપૂર એક મજબૂત અને ઇન્ટેન્સ રોલમાં જોવા મળશે.
શાહિદ અને વિશાલ ભારદ્વાજ આ પહેલાં પણ અલગ અલગ પ્રકારની ફિલ્મ આપી ચૂક્યા છે. ત્યારે હવે ગેંગસ્ટરના રોલમાં શાહિદ એક અલગ દૃષ્ટિકોણ લઇને આવશે તેવી અપેક્ષા છે. તૃપ્તિ ડિમરી પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં છે.
આ સિવાય નાના પાટેકર, પણ આ ફિલ્મમાં મહત્વના રોલમાં છે. નડિઆદવાલા એન્ડ ગ્રાન્ડ સન્સના બેનરની આવતા વર્ષની મહત્વની ફિલ્મ રિલીઝમાં આ ફિલ્મનો સમાવેશ થાય છે. આ ફિલ્મ ૨૦૨૬ના વેલેન્ટાઇન વીકમાં રિલીઝ થશે.SS1MS