ઐશ્વર્યા-અભિષેક બાદ કરણ જોહર દિલ્હી હાઈકોર્ટ પહોંચ્યો

મુંબઈ, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પછી, હવે પ્રોડ્યુસર-ડિરેક્ટર કરણ જોહરે પણ દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે જેમાં તેમની પરવાનગી વિના તેમના ફોટા, અવાજ અને અન્ય વ્યક્તિગત પ્રતીકોનો ઉપયોગ ન કરવાની માંગ કરવામાં આવી છે.સમાચાર એજન્સી અનુસાર, કરણ જોહરે વ્યક્તિત્ત્વ અધિકારોના રક્ષણ માટે દિલ્હી હાઈકોર્ટમાં અરજી દાખલ કરી છે.
તેણે લોકોને તેના નામે ગેરકાયદેસર રીતે વસ્તુઓ વેચતા અટકાવવાની માંગ કરી છે. કરણ જોહરે સોમવારે દિલ્હી હાઈકોર્ટમાં પોતાની ઓળખ અને પ્રચાર અધિકારોના રક્ષણની માંગણી કરી છે.કરણ જોહરની અરજી ન્યાયાધીશ મનમીત પીએસ અરોરા સમક્ષ સુનાવણી માટે આવી છે, જેમણે તેમના વકીલ પાસેથી કેટલીક સ્પષ્ટતાઓ માંગી છે.
તેમના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોના રક્ષણ ઉપરાંત, કરણ જોહરે કોર્ટને વિનંતી કરી છે કે તેઓ ચોક્કસ વેબસાઇટ્સ અને પ્લેટફોર્મ્સને તેમના નામ અને ફોટો મગ અને ટી-શર્ટ અને અન્ય વસ્તુઓ ગેરકાયદેસર રીતે વેચવા ન દેવાનો આદેશ આપે.આ કેસમાં, ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચનને પણ દિલ્હી હાઈકોર્ટમાંથી રાહત મળી છે.
કોર્ટે ઓનલાઈન પ્લેટફોર્મ પર એક્ટરનું નામ, ફોટા અને અવાજનો ઉપયોગ તેમની પરવાનગી વિના કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. ઉપરાંત, અભિષેકના છૈં-જનરેટેડ ફોટાના ઉપયોગ પર પણ પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન પહેલાં, એક્ટર જેકી શ્રોફે પણ આ વર્ષે મે મહિનામાં કોર્ટનો સંપર્ક કર્યાે હતો. તેણે આરોપ લગાવ્યો હતો કે તેની છબી અને વીડિયો બદલીને પરવાનગી વિના માલ વેચવામાં આવી રહ્યો છે. તે સમયે, કોર્ટે તેમના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોનું પણ રક્ષણ કર્યું હતું.
વર્ષ ૨૦૨૩માં, કોર્ટે અનિલ કપૂરની ફોટો, અવાજ અને તેમના ‘ઝાકાસ’ કેચફ્રેઝના દુરુપયોગ પર પ્રતિબંધ મૂક્યો હતો. તે જ સમયે, નવેમ્બર ૨૦૨૨માં, અમિતાભ બચ્ચનના વ્યક્તિત્વ અને પ્રચાર અધિકારોનું પણ રક્ષણ કરવામાં આવ્યું હતું.SS1MS