Western Times News

Gujarati News

શું ફરક છે ભારતની વંદે ભારત અને અમૃત ભારત એક્સપ્રેસ ટ્રેનોમાં

બિહારમાં નવી વંદે ભારત અને અમૃત ભારત એક્સપ્રેસ સહિત ૪ નવી ટ્રેન આજથી શરૂ થશે

આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે. દાનાપુરથી ચાલનારી ટ્રેન મંગળવારે છોડીને બાકીના તમામ દિવસો ચાલશે, જ્યારે ફોર્બિસગંજથી ચાલનારી ટ્રેન બુધવારે છોડીને અઠવાડિયામાં છ દિવસ ચાલશે

બિહાર, ચૂંટણી વર્ષમાં કેન્દ્ર સરકાર બિહાર પર મહેરબાન છે. રેલ કનેક્ટિવિટી અને યાત્રીઓની સુવિધામાં સતત વધારો કરવામાં આવી રહ્યો છે. આ ક્રમમાં, બિહારથી ૧૭ સપ્ટેમ્બરથી ચાર નવી ટ્રેનો શરૂ થઈ રહી છે. તેમાં જોગબની-દાનાપુર વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ, સહરસા-ચેહરતા (અમૃતસર) વચ્ચેની અમૃત ભારત એક્સપ્રેસ, જોગબની-ઈરોડ અમૃત ભારત એક્સપ્રેસ અને કટિહાર-સિલીગુડી એક્સપ્રેસનો સમાવેશ થાય છે.

દાનાપુર અને જોગબની વચ્ચે વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનનું સંચાલન ૧૭ સપ્ટેમ્બરથી શરૂ થશે. આ ટ્રેન અઠવાડિયામાં છ દિવસ ચાલશે. દાનાપુરથી ચાલનારી ટ્રેન મંગળવારે છોડીને બાકીના તમામ દિવસો ચાલશે, જ્યારે ફોર્બિસગંજથી ચાલનારી ટ્રેન બુધવારે છોડીને અઠવાડિયામાં છ દિવસ ચાલશે.

વંદે ભારત એક્સપ્રેસ

  • સ્પીડ અને ટેકનોલોજી: આ એક સેમી-હાઈ સ્પીડ ટ્રેન છે જેની મહત્તમ ગતિ 160 થી 170 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. આ ટ્રેન એન્જિન વગરની (ટ્રેનસેટ) છે, જેમાં ડ્રાઈવર કોચ બંને છેડે હોય છે.
  • કોચ અને સુવિધાઓ: આ સંપૂર્ણપણે એર-કન્ડિશન્ડ (AC) ટ્રેન છે, જેમાં ચેર કાર અને એક્ઝિક્યુટિવ ચેર કાર કોચનો સમાવેશ થાય છે. આ ટ્રેનો ટૂંકાથી મધ્યમ અંતરની મુસાફરી માટે બનાવાઈ છે.
  • લક્ષ્ય: આ ટ્રેન એવા મુસાફરો માટે છે જેઓ ઝડપી, આરામદાયક અને પ્રીમિયમ મુસાફરીનો અનુભવ ઇચ્છે છે. આ ટ્રેનમાં મુસાફરીનો ખર્ચ અન્ય સામાન્ય ટ્રેનો કરતાં વધુ હોય છે.

અમૃત ભારત એક્સપ્રેસ

  • સ્પીડ અને ટેકનોલોજી: આ એક સુપરફાસ્ટ ટ્રેન છે જેની મહત્તમ ગતિ 130 કિલોમીટર પ્રતિ કલાક છે. આ ટ્રેન ‘પુશ-પુલ’ ટેકનોલોજી પર આધારિત છે, જેમાં ટ્રેનના બંને છેડે એન્જિન હોય છે.
  • કોચ અને સુવિધાઓ: આ ટ્રેન નોન-એસી છે. તેમાં મુખ્યત્વે સ્લીપર અને જનરલ (અનરિઝર્વ્ડ) કોચ હોય છે. આ ટ્રેનો લાંબા અંતરની મુસાફરી માટે બનાવવામાં આવી છે.
  • લક્ષ્ય: આ ટ્રેન સામાન્ય લોકો અને લાંબા અંતરની મુસાફરી કરતા મજૂરોને ધ્યાનમાં રાખીને શરૂ કરવામાં આવી છે. આ ટ્રેનનો મુખ્ય હેતુ સસ્તા અને આરામદાયક પ્રવાસનો વિકલ્પ પૂરો પાડવાનો છે.

મુખ્ય તફાવતનું સારાંશ

  • એસી વિરુદ્ધ નોન-એસી: વંદે ભારત એસી છે જ્યારે અમૃત ભારત નોન-એસી છે.
  • ભાડું: વંદે ભારતનું ભાડું વધુ હોય છે, જ્યારે અમૃત ભારતનું ભાડું ઓછું હોય છે.
  • મુસાફરીનો પ્રકાર: વંદે ભારત ટૂંકા અને મધ્યમ અંતર માટે છે, જ્યારે અમૃત ભારત લાંબા અંતર માટે છે.
  • ટેકનોલોજી: વંદે ભારત એન્જિન વગરની ટ્રેનસેટ છે, જ્યારે અમૃત ભારતમાં ‘પુશ-પુલ’ ટેકનોલોજીનો ઉપયોગ થાય છે.

ટ્રેન નંબર ૨૬૩૦૨ – દાનાપુર-જોગબની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન ૧૭ સપ્ટેમ્બરથી દાનાપુરથી સાંજે ૫ઃ૧૦ વાગે ઉપડીને આ સ્ટેશન પર હાજીપુર – ૬ઃ૦૫ વાગે, મુઝફ્ફરપુર – ૬ઃ૫૦ વાગે, સમસ્તીપુર – ૭ઃ૪૩ વાગે, હસનપુર રોડ – ૮ઃ૨૩ વાગે, સલૌના – ૮ઃ૩૮ વાગે, ખગડિયા – ૯ઃ૦૦ વાગે, સહરસા – ૯ઃ૫૫ વાગે, દૌરમ મધેપુરા – ૧૦ઃ૨૩ વાગે,

બનમનખી – ૧૧ઃ૦૦ વાગે, પૂર્ણિયા – ૧૧ઃ૪૦ વાગે, અરરિયા કોર્ટ – રાત્રે ૧૨ઃ૧૮ વાગે, ફોર્બિસગંજ – ૧૨ઃ૪૮ વાગે, જોગબની – રાત્રે ૧ઃ૨૦ વાગે પહોંચશે.
આ ૮ કોચની વંદે ભારત ટ્રેન કુલ ૪૫૩ કિમીનું અંતર લગભગ ૮ કલાક ૧૦ મિનિટમાં પૂરુ કરશે. ટ્રેન નંબર ૨૬૩૦૧ – જોગબની-દાનાપુર વંદે ભારત એક્સપ્રેસ આ ટ્રેન ૧૮ સપ્ટેમ્બરથી જોગબનીથી બપોરે ૩ઃ૨૫ વાગ્યે નીકળશે અને સ્ટેશનો પર આ મુજબ રોકાશે જેમાં ફોર્બિસગંજ – ૩ઃ૩૫ વાગે, અરરિયા કોર્ટ – ૪ઃ૦૦ વાગે, પૂર્ણિયા – ૪ઃ૫૦ વાગે, બનમનખી – ૫ઃ૨૬ વાગે, દૌરમ મધેપુરા – ૫ઃ૫૩ વાગે, સહરસા – ૬ઃ૨૦ વાગે, ખગડિયા – ૭ઃ૧૩ વાગે, સલૌના – ૭ઃ૩૩ વાગે, હસનપુર રોડ – ૭ઃ૪૮ વાગે, સમસ્તીપુર – ૮ઃ૨૩ વાગે, મુઝફ્ફરપુર – ૯ઃ૦૦ વાગે, હાજીપુર – ૯ઃ૪૫ વાગે, દાનાપુર – રાત્રે ૧૧ઃ૩૦ વાગે પહોંચશે

અન્ય ટ્રેનો
જોગબની-ઇરોડ અમૃત ભારત એક્સપ્રેસ
સહરસા-છેહરટા અમૃત ભારત એક્સપ્રેસ
કટિહાર-સિલિગુડી એક્સપ્રેસ

હાલમાં બિહારમાંથી ૧૩ વંદે ભારત ટ્રેનો ચાલે છે. જોગબની-દાનાપુર ટ્રેન શરૂ થયા બાદ આ સંખ્યા ૧૪ થઈ જશે. ૮ અમૃત ભારત ટ્રેનો હાલ કાર્યરત છે.
જોગબની-ઇરોડ અને સહરસા-છેહરટા શરૂ થયા બાદ આ સંખ્યા ૧૦ થઈ જશે.
આ ઉપરાંત, જયનગર-પટના વચ્ચે ૧ નમો ભારત ટ્રેન પણ ચાલી રહી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.