Western Times News

Gujarati News

1 કરોડનું સોનું લઈને બંગાળી કારીગર રફુચક્કરઃ ‘વેપારીઓ પોલીસના ડરથી ફરિયાદ 3 મહિના પછી નોંધાવી

પ્રતિકાત્મક

હાલ આ સમગ્ર મામલો પોલીસે તપાસ શરૂ કરી છે સોની બજારની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે-સોની વેપારી તરુણ પાટડિયાએ સફીકુલ શેખને ૧૮ કેરેટનું કુલ ૧૩૪૯.૩૩૦ ગ્રામ સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું

રાજકોટ, રાજકોટના સોની બજારમાં આવેલી શ્રી હરિ ઓર્નામેન્ટ પેઢીમાંથી બંગાળી કારીગર ૧ કરોડ રૂપિયાના સોનું ચોરી કરીને ફરાર થયો હતો. હાલ આ મામલે પેઢીના માલિકે એ ડિવિઝન પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. આશ્ચર્યની વાત એ છે કે, ત્રણ મહિના પહેલા બનેલી ચોરીની ઘટના અંગે વેપારીએ હવે ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, રાજકોટના સોની બજારમાં આવેલી શ્રી હરિ ઓર્નામેન્ટ પેઢીમાં આરોપી સફીકુલ શેખ નામનો બંગાળી કારીગર શ્રીહરિ ઓર્નામેન્ટ પેઢીમાં દાગીના બનાવવાનું કામ કરતો હતો. સોની વેપારી તરુણ પાટડિયાએ સફીકુલ શેખને ૧૮ કેરેટનું કુલ ૧૩૪૯.૩૩૦ ગ્રામ સોનું દાગીના બનાવવા માટે આપ્યું હતું. ૨૭મી મે ૨૦૨૫ના રોજ આ સોનું લઈને આરોપી કારીગર રફુચક્કર થઈ ગયો હતો.

ઉલ્લેખનીય છે કે,આ ઘટના આજથી ત્રણેક મહિના પહેલા બની હતી, પરંતુ વેપારીએ ફરિયાદ હવે છેક હવે નોંધાવી છે. જેના કારણે પણ અનેક તારક વિતર્ક થઈ રહ્યા છે. ફરિયાદ મોડી કરવાના કારણ વિશે એક વેપારીએ જણાવ્યું કે, ‘વેપારીઓ પોલીસથી ડરે છે કે તેઓ હેરાન કરશે, તેથી તરત ફરિયાદ નોંધાવતા નથી.’

હાલ આ સમગ્ર મામલો પોલીસે તપાસ શરૂ કરી છે. સોની બજારની આસપાસના સીસીટીવી ફૂટેજ પણ તપાસવાનું શરૂ કર્યું છે, તેમજ લાગતા વળગતાઓની પૂછપરછ કરી આરોપીને ઝડપી લેવા કવાયત હાથ ધરાઈ છે. પોલીસે વેપારીઓને અપીલ કરી છે કે તેઓ અજાણ્યા કારીગરોને કામ પર રાખતા પહેલા તેના ઓળખપત્રોની ચકાસણી કરે અને પોલીસને જાણ કરે તે જરૂરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.