Western Times News

Gujarati News

કોર્ટના પટાંગણમાં હોમગાર્ડ અને વકીલ વચ્ચે થયેલા સત્તાયુદ્ધની ચર્ચામાં અનેક તર્ક-વિતર્ક

અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના પટાંગણમાં હોમગાર્ડ અને વકીલ વચ્ચે થયેલા સત્તાયુદ્ધની ચર્ચામાં અનેક તર્ક-વિતર્ક જેનો પડઘો આગામી વકીલ મંડળની ચૂંટણીમાં પડે એવી સંભાવના ?!

દેશ અને વકીલાતનો વ્યવસાય બચાવવો હોય તો જ્ઞાતિ, જાતિ, ધર્મ, કોમ, રાજકારણ બાજુ પર મુકી શ્રેષ્ઠ ઉમેદવારો માટે મતદાન કરો જેથી ર્ડા. રાધાકૃષ્ણ અને ર્ડા. એ.પી.જી. અબ્દુલ કલામ જેવા વ્યક્તિત્વ ધરાવતા શ્રેષ્ઠ માનવીઓ ચૂંટણી જીતી શકે ?!

તસ્વીર અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના ન્યાય સંકુલની છે ! જયાં વકીલ અને હોમગાર્ડ વચ્ચે ટ્રાફિક નિયમનના મુદ્દે હોમગાર્ડે વકીલ સાહેબ સાથે કરેલ કથિત વર્તનની ચકચારે જોર પકડયું છે

ત્યારે અમદાવાદ બાર અને સ્મોલકોઝ કોર્ટ બારના ઈન્ચાર્જ હોદ્દેદારોની ટર્મ પુરી થવા આવી છે ત્યારે સમગ્ર વકીલ આલમના સ્વમાનના મુદ્દે શું પગલા લેશે ?! કહેનારા તો ત્યાં સુધી કહે છે કે, અમદાવાદ બારના એક કારોબારી સભ્યએ તો કથિત એવો પણ વાણી વિલાસ કર્યાે છે કે જે વકીલ સાહેબને ફરિયાદ છે એ પહેલા બારની આગામી ચૂંટણી જીતે અને પછી ફરિયાદ કરે ?!

વાહ ?! આ કથિત નિવદન સત્ય હોય તો આ ખોટા ઉમેદવારને ચૂંટવાનું પરિણામ છે કે શું ?! આગામી ડિસેમ્બર માસમાં અમદાવાદ બાર અને સ્મોલકોઝ કોર્ટ બારની ચૂંટણી આવે છે ! વકીલો એવા ઉમેદવારોને ચૂંટે જે વકીલોના સ્વમાનનું રક્ષણ કરે ! એટલું જ નહીં વકીલાતના વ્યવસાયિક મૂલ્યો, સ્વતંત્રતાની આઝાદીનું રક્ષણ કરે ! તસ્વીર ત્રિરંગાની છે ! જે આઝાદી મૂલ્ય નિષ્ઠા ! બંધારણીય મૂલ્યોની આઝાદી !

માનવીય સ્વતંત્રતાની ભારતીય મતદારોને અને તમામ પ્રકારના સત્તાધીશોને તેની યાદ અપાવે છે ! કોમને નામ ! જ્ઞાતિના નામે ! ધર્મને નામે ! જાતિના નામે ! મતદાન કરનારા મતદારો આજે ભ્રષ્ટાચાર ! દુરાચાર ! ગુન્હાખોરી અને સત્તાનો દુરઉપયોગ નો સામનો કરી રહ્યા છે ! કમ સે કમ વકીલો પરમેશ્વરે આપેલી વિવેક બુÂધ્ધનો ઉપયોગ કરી મતદાન કરી પોતાની વકીલાતની વ્યવસાયિક ગરિમા દેશને અર્પણ કરશે ??!! (તસ્વીર સમાચાર ભરત ઠાકોર દ્વારા તથા માનદ્દ મદદનીશ પત્રકાર ગઝાલા શેખ દ્વારા)

ચર્ચાસ્પદ હોમગાર્ડની નિયુક્તિ અંગે શહેર પોલીસ કમિશ્નર જી.એસ.મલેક તપાસ કરી યોગ્ય પગલા લેશે ?! કોર્ટ કમ્પાઉન્ડમાં હોમગાર્ડની નહીં તાલીમ પામેલા ટ્રાફિક પોલીસની જરૂર છે આ સત્તાધીશો કયારે સમજશે ?!

બ્રિટીશ વૈજ્ઞાનિક માઈકલ ફેરાડે કહે છે કે, “એ જ વ્યક્તિ શ્રેષ્ઠ ફિલોસોફર છે, જેને પોતાના જ સિધ્ધાંતમાં થોડી શંકા હોય”!! બ્રિટીશ વૈજ્ઞાનિક થોમસ હેનરી હકસલે કહે છે કે, “કોણ સાચું એ નહીં, શું સાચું છે ? એ મહત્વપૂર્ણ છે”!! અમદાવાદ સીટી સીવીલ એન્ડ સેસન્સ કોર્ટના પટાંગણમાં વાહન પા‹કગના પ્રશ્ને એક એડવોકેટશ્રી અને એક હોમગાર્ડ વચ્ચે પહેલા શાÂબ્દક યુદ્ધ થયું અને પછી ઉશ્કેરાયેલા હોમગાર્ડ સખ્સે વકીલ સામે બેરીકેટ ફેંકયું !

આ કથિત બાબતે સમગ્ર અમદાવાદ બાર એસોસીએશનના વકીલ સભ્યોમાં ભારે રસપ્રદ તર્ક-વિતર્ક ચાલે છે ! કહેવાય છે કે, હોમગાર્ડ સામે કોઈ પગલા ન લેવાય માટે ચાલાકીપૂર્વક અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટના વિદ્વાન રજીસ્ટ્રાર સાહેબશ્રી જોડે પહોંચી ગયો ?!

અને આ મુદ્દે હોમગાર્ડના ગુસ્સાનો ભોગ બનેલા વકીલ સાહેબને નોટિસ મળી ?! આવી અનેક વહેતી થયેલી ચર્ચામાં સત્ય શું છે ?! શું આવી કોઈ કથિત ઘટના બની છે ખરી ?! અને વકીલ આલમમાં બારના કોઈ સભ્યના કથિત નિવેદને પણ ભારે ચકચાર જગાવી છે ! જેના પડઘા આગામી બાર એસોસીએશનની ચૂંટણીમાં પડે એવી સંભાવના નકારી ન શકાય ?!

અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટ કમ્પાઉન્ડમાં ટ્રાફિક નિયમન માટે ફરજ બજાવતા કથિત હોમગાર્ડનું કહેવાતું ગેરવર્તન વકીલોની ચર્ચામાં હોટફેવરીટ બન્યું છે ?! ત્યારે અમદાવાદના ઈન્ચાર્જ શહેર પોલીસ કમિશ્નરશ્રી આ કથિત પ્રશ્નની તપાસ કરી વકીલો અને પોલીસ વચ્ચે મનદુઃખ ન સર્જાય તે માટે યોગ્ય કાર્યવાહી કરશે ?!

અમેરિકાના પ્રમુખ અબ્રાહમલિંકન કહે છે કે, “પ્રતિકુળતા સામે તો બધાંય ઉભા રહી શકે, પરંતુ જો તમે કોઈનું ચારિત્ર્ય ચકાસવા માંગતા હો તો તેને “સત્તા” આપો”!! આજકાલ દુનિયા ઘણી વિચિત્ર પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે ! સત્તાનો અહંકાર કોને કહેવાય ?! સત્તા કયારેક કેવા ખોટા નિર્ણયોકરે છે ?! એ અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયાના પ્રમુખ વાÂલ્દમીર પુતિનના નિર્ણયમાં સમગ્ર દુનિયાએ જોયું ?!

અમદાવાદ સીટી સીવીલ અને સેસન્સ કોર્ટમાં ઈન્ચાર્જ હોમગાર્ડનું પરાક્રમ પણ સમજવા જેવું છે ! અને મુંઝવણમાં મુકાયેલા એડવોકેટ સાહેબને પણ અમદાવાદ બારમાં એક કથિત સભ્યના યાદગાર સૂચનનો યાદગાર અનુભવ થયો છે ?! પરંતુ હોમગાર્ડ એ પોલીસ નથી ! ત્યારે શહેર પોલીસ કમિશ્નર એ વાતનું ખાસ ધ્યાન રાખે કે કોર્ટ
કમ્પાઉન્ડમાં ટ્રાફિક પોલીસને જ મુકશે ?! અને હોમગાર્ડને દુર કરશે ?!

અમદાવાદ સીટી સીવીલ એન્ડ સેસન્સ કોર્ટમાં એક ચર્ચાસ્પદ હોમગાર્ડ ટ્રાફિક નિયમનની ફરજ બજાવતો હતો ! કોઈ હોમગાર્ડને આવું કામ સોંપાયું હોય તો તે પોતાની ફરજ બજાવે એ સ્વાભાવિક છે ! તેના આ કામને બધાં વકીલોએ મદદરૂપ થવું જોઈએ ! ત્યાં સુધી વાત તો બરાબર છે ! પરંતુ હોમગાર્ડ પોલીસ કરતા પણ વધારે સત્તાનો પાવર બતાવી ટ્રાફિક નિયમન માટે મુકેલું બેરીકેટને ગુસ્સામાં વકીલ તરફ ફેંકે અને વકીલને વાગે અથવા ગંભીર બનાવ બને ત્યારે આવા તામસી મગજના હોમગાર્ડ શા માટે પસંદ કરાય છે ?!

કહેવાય છે કે, એડવોકેટે હોમગાર્ડની સૂચનાથી પોતાની ગાડી ખસેડીને હોમગાર્ડે કહ્યું ત્યાં મુકી રહ્યાં હતાં ! પણ બેરીકેટ ને ગાડી ટચ થતી હતી તેથી તેણે સહેજ યોગ્ય રીતે ખસેડયું ?! પણ કહેવાય છે કે હોમગાર્ડે પોતાનો પિત્તો ગુમાવી આવા બેરીકેટને ધકકો મારી વકીલ સાહેબ તરફ નાંખ્યું ! પણ મોટી દુર્ઘટના બનતી અટકી ગઈ ! અને વકીલને કોઈ મોટી ઈજા ન થઈ ! અને વકીલ જતાં રહ્યાં !

પણ કહેવાય છે કે, ચાલાક હોમગાર્ડ પોતાની કથિત ભુલનો બચાવ કરવા રજીસ્ટ્રાર સમક્ષ પહોંચી જતાં રજીસ્ટ્રારે વકીલ સાહેબને નોટિસ આપી ?! સનદ સામે કાર્યવાહી કરવા સુધ્ધાંની ચિમકી આપી હોવાની ચકચાર ચાલે છે ત્યારે તેમાં સત્ય જે હોય તે પણ શહેર પોલીસ કમિશ્નરશ્રી તપાસ કરે કે શું આ હોમગાર્ડ વિરૂધ્ધ ભૂતકાળમાં મુખ્ય ન્યાયાધીશ જયારે શ્રી દવે સાહેબ હતાં ત્યારે આ હોમગાર્ડ વિરૂધ્ધ પગલા લીધા હતાં ?!

તો પછી આ કહેવાતા તામસી મગજના હોમગાર્ડ કાયદાનું શાસન કઈ રીતે જાળવશે ?! સમગ્ર ચકચારભરી ઘટનાનું પુનરાવર્તન ન થાય એ માટે નિષ્પક્ષ તપાસ કરી શહેર પોલીસ કમિશ્નર શ્રી જી.એસ. મલેક હોમગાર્ડ સામે પગલા લેશે ?! વકીલ અને પોલીસ વચ્ચે સમન્વય ના તૂટી તે માટે આવા હોમગાર્ડને હોદ્દા પરથી દુરસ્ત કરાશે ?!

આ લેખોમાં પ્રગટ થતાં વિચારો લેખકના પોતાના છે વેસ્ટર્ન ટાઈમ્સ તેની સાથે સહમત હોય તે જરૂરી નથી.

 

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.