પ્રિન્ટ મીડિયા માટે ક્રાંતિકારી કદમઃ નોંધણી સહિતની વહીવટી પ્રક્રિયા હવે ઓનલાઈન

ત્રણ ગુનામાં જો અદાલતે કોઈ વ્યકિતને ગુનેગાર ઠેરવ્યો હોય તો જ તેને નવા પ્રિન્ટ મીડીયા ચાલુ કરવામાંથી એટલે કે માલીક અથવા પબ્લીશર બનવામાં પ્રતીબંધીત કરી શકાય
નવા કાયદાનો અમલઃ ૬૦ દીવસમાં કલેકટર નિર્ણય ન આપે અને ઓટોમેટીક NOC ગણાય તો એની જવાબદારી કલેકટરોની રહેશે એવી સ્પષ્ટતા કરતા ડોકટર કાકડીયા અને ડો.નિરાલાએ કહયું કે, બિનજરૂરી વિલંબ અને તકનીકો ગુંચવાડામાંથી પબ્લીસરોને મહદ અંશે મુકિત મળી જશે.
(એજન્સી)રાજકોટ, પ્રિન્ટ મીડીયાની નોધણી માટે ૧૮૬૭ થી અમલી રહેલા પી.આર.બી.એકટ ને નાબુદ કરી કેન્દ્ર સરકારે હવે નવો પીઆરએકટ ર૦ર૩ લાગુ કર્ય છે. “ડીએમ ડીકલેરેશન” ની જગ્યાએ હવે ડીએમ એનઓસીની જોગવાઈ કરવામાં આવી છે.
નવા કાનુનની સમજ આપવા અને કલેકટરોની ભુમીકા સ્પષ્ટ કરવા ગઈકાલે કેનદ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલયના સંયુકત સચીવ રી કે.કે. નિરાલા પી.આર. જીઆઈ.ના અતિરીક્ષત મહાનિર્દેશક ધીરજ કાકડીયા અને રાજયના માહિતી નિયામક શ્રી કે. એલ. બચાણીએ એક કાર્ય શિબીરમાં કલેકટરોને સંબોધ્યા હતા.
નવા કાનુનના ઘડતર અને અમલીકરણમાં મહત્વપુર્ણ ભુમીકા અદા કરનારા ડો.ધીરજ કાકડીયાએ પ્રેસ સેવા પોર્ટલની કાર્યવાહી પર કલેકટરો સમક્ષ વિસ્તૃત નિર્દેશન પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશનના માધ્યમથી કર્યું હતું. અગાઉ ડીએમ ડીકલેરેશન કર્યું દ્વારા પ્રિન્ટ મીડીયાના લાયસન્સ રદ કરવાની જે સત્તા કલેકટરો પાસે હતી તે હવે સ્થાનાંતરીત થઈ પ્રેસ રજીસ્ટ્રાર જનરલ દીલ્હી પાસે પ્રસ્થાપીત કરાઈ છે.
નવા કાનુન અંતર્ગત ટાઈટલ વેરીફીકેશન રજીસ્ટ્રેશન રીવીઝન જેવી તમામ પ્રક્રિયાઓ હવે માત્ર ઓનલાઈન માધ્યમથી થનાર હોવાનું જણાવી ડો. ધીરજ કાકડીયાએ સ્પેસીફાઈ ઓથોરીટી તરીકે કલેકટરોની ભુમીકા વિગતે સમજાવી હતી.
જો કે કલેકટર ૬૦ દિવસમાં એનઓસી ન આપે તો ઓટોમેટીક NOC મળી ગયું ગણાશે એ મુજબના કાનુની પ્રાવધાનોને સમજાવી તેમણે કહયું કે આનાથી પબ્લીશરોને મોટી રાહત થશે અને કલેકટરોન ઉપર કાર્યબોજ ખુબ હળવો થશે.
આંતકવાદ ધારા હેઠળ અથવા અનલોકલુ એકિવટીવી હેઠળ ગુનો નોધાયો હતો.કે પછી રાષ્ટ્રીય સુરક્ષા સાથે ખીલવાડ થયો હોય એવા અતિ ભયંકર ત્રણ ગુનામાં જો અદાલતે કોઈ વ્યકિતને ગુનેગાર ઠેરવ્યો હોય તો જ તેને નવા પ્રિન્ટ મીડીયા ચાલુ કરવામાંથી એટલે કે માલીક અથવા પબ્લીશર બનવામાં પ્રતીબંધીત કરી શકાય એ સિવાયના કોઈપણ કેસમાં માત્ર આક્ષેપોને આધારે કોઈ પણ વ્યકિતને કલેકટર નવું પ્રિન્ટ મીડીયા સાહસ ચાલુ કરતું કરતા રોકી શકશે નહી.
ગુજરાત કેડરના આઈએએસ અધિકારી શ્રી.કે.કે. નિરાલાએ કહયું કે હવે આ બાબત કાનુની રીતે સેટલ થઈ ચુકી છે. અને અખબાર સહીત પ્રીન્ટ મીડીયાના તમામ માધ્યમો માટે આ એક ક્રાંતીકારી કદમ સાબીત થશે.