Western Times News

Gujarati News

ધનેલામાં ખરાબ રસ્તાને કારણે બીમાર દાદાને ખાટલે ઊંચકીને હોસ્પિટલ લઈ જવા પરિવારજનો મજબૂર

વિજયનગરના ધનેલા ગામમાં રસ્તાના અભાવે પ્રજા પરેશાન -અનેકવારની રજૂઆતો છતાં તંત્રની ઉદાસીનતાને લઈ રસ્તો નહીં બનતા સ્થાનિકોમાં રોષ

(પ્રતિનિધિ) મોડાસા, સાબરકાંઠાના આદિવાસી પછાત રસ્તા વિહોણી પ્રજાની પરેશાની સામે આવી છે વિજયનગરના ધનેલા ગામના બીમાર દાદાને ખાટલે ઊંચકીને ઇડર હોસ્પિટલ લઈ જવા પરિવારજનો મજબૂર બન્યા છે

વિજયનગરના નવાગામ થી બે કિમી દૂર મુખ્ય માર્ગ સુધીના રસ્તાના અભાવે વાહન નહીં જઈ શકતા બીમાર દાદાને ખાટલે ઊંચકીને દવાખાને સારવાર માટે લઈ જવા પરિવારજનો મજબૂર બન્યા છે

રોજ સારવાર અને ઓપરેશન બાદ ડ્રેસિંગ માટે આ રીતે ખાટલે સુવડાવી લઈ તે બાદ રોડ ઉપર ઇકો ગાડી બોલાવી ઇડર દવાખાને પહોચાડવા મજબૂર આ ગામના લોકોની અનેકવારની રજૂઆતો છતાં તંત્રની ઉદાસીનતાને કઈ રસ્તો નહીં બનતા સ્થાનિક લોકોની મુશ્કેલી યથાવત રહેતા ભારે રોષ જોવા મળી રહ્યો છે.

વિજયનગરના નવાગામ ધનેલાના ૯૫ વર્ષીય વયોવૃદ્ધ દાદા કટારા નોળાજી લાલુજીને પથરી અને એપન્ડિક્ષ એમ બે ઓપરેશન કરાવેલા છે . જ્યાં આજે યા વરસાદી પાણી ભરાયેલા છે

એવા નવાગામથી બે કિમી દૂર મુખ્ય પાકા રીડ સુધીનો આ રસ્તો કાચો હોવાથી તેમજ અને વાહનવ્યવહારને લાયક નહીં હોવાથી આ રસ્તા ઉપર કોઈ વાહનની અવરજવર થઈ શકતી નથી .જેથી આ દાદા ને ડ્રેસિંગ કરાવવા ઈડરની હોસ્પિટલ લઈ જવા ખાટલે સુવડાવી ખાટલો ઊંચકીને આમ આ બે કિમીનો રસ્તો (જવા આવવના ચાર કિમી ) પસાર કરવા પરિવારજનો મજબૂર બન્યા છે

એટલું જ નહીં કોઈપણ બીમાર વ્યક્તિ કે પ્રસૂતિ હાર્ટ એટેક જેવા ઇમરજન્સી કેસોમાં પણ લોકોને આ રીતે જ ક્યાંક ખાટલે ક્યારેય ઝોળી કરીને આ બે કિમી નો કાચો રસ્તો પસાર કરવો પડે છે ત્યારે આ પીડા કોઈ સાભળતું નહીં હોઈ આ અસહ્ય હાલાકીનો કાયમી નિવેડો લાવવા આ રસ્તો પાકો અને વાહનવ્યવહારને લાયક બનાવવામાં નહીં આવે તો લોકોને હવે ન છૂટકે આંદોલનનો માર્ગ કેવા મજબૂર બનવું પડશે.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.