ગાઝામાંથી હમાસનો સફાયો કરવા ઈઝરાયેલ આક્રમક બન્યું

જેરુસલેમ, ઈઝરાયેલના લશ્કરે ગાઝામાંથી હમાસનો સફાયો કરવા સક્રિયતા સાથે જમીની માર્ગે વધુ આક્રમક વલણ અખત્યાર કર્યું છે. પેલેસ્ટાઈનના સૌથી મોટા શહેર ગાઝામાં માળખાકીય સુવિધાને નષ્ટ કરવા માટેના વિસ્તૃત અભિયાન ઈઝરાયેલ ડિફેન્સ ફોર્સ (આઇડીએફ) દ્વારા હાથ ધરાયું છે.
ત્રણ વર્ષથી વધુ સમયથી ચાલી રહેલા યુદ્ધમાં સંખ્યાબંધ બોમ્બ, મિસાઈલ તથા ડ્રોન હુમલાઓને પગલે ગાઝા શહેર ખંડેરમાં તબદીલ થઈ ચૂક્યું છે અને હવે બચેલા ઢાંચાને પણ તોડી પાડવાની કવાયત હાથ ધરવામાં આવી છે.
ઈઝરાયેલની આ ક્‰રતાને લીધે પોતાની બચેલી ખરવખરી લઈને ભૂખમારાથી ત્રસ્ત પેલેસ્ટાઈનના લોકો દેશ છોડવા લાંબી કતારોમાં જોવા મળે છે. ગાઝા શહેરને નેસ્તનાબૂદ કરવા માટે ઈઝરાયેલના સશસ્ત્ર દળોએ હુમલાઓની આક્રમકતા વધારી દીધી છે.
ઈઝરાયેલના દળો કાંઠા વિસ્તારને બ્લોક કરવાની સાથે જમીન માર્ગે અંદર ઘુસી રહ્યા છે. આ યુદ્ધનો મુખ્ય તબક્કો છે તેમ એક અધિકારીએ નામ ગુપ્ત રાખવાની શરતે જણાવ્યું હતું.
શહેરમાં રહેલા માળખાકીય ઢાંચાને ફૂંકી મારવા ઉપરાંત હમાસ સમર્થિત આતંકીઓ નિશાના પર રહેશે. એક અંદાજ મુજબ ગાઝામાં બેથી ત્રણ હજાર જેટલા હમાસના આતંકીઓ બચ્યા છે. આ આતંકી જૂથો ટનલનો ઉપયોગ કરી રહ્યા છે.SS1MS