મનપસંદ જીમખાનામાં વીડિયો બદલ યુવકને મારનાર બે સામે ફરિયાદ થઈ

અમદાવાદ, જુગાર માટે પંકાયેલા મનપસંદ જીમખાનામાં એક યુવક ઘૂસી ગયો હતો અને જુગાર રમતા લોકોના વીડિયો ઉતાર્યાે હતો. જેના કારણે ત્યાં બે લોકોએ યુવકને ફટકારી ધમકી આપી હતી. આ મામલે યુવકે દરિયાપુર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.
શહેરના દરિયાપુર વિસ્તારમાં ૩૦ વર્ષિય બંદિશ અજયકુમાર ખત્રી પરિવાર સાથે રહે છે અને મનપસંદ જીમખાના બિલ્ડિંગમાં ૩૩ ટકા ભાગીદારી ધરાવે છે.
ગઇકાલે બપોરે ૩ વાગ્યે મનપસંદ જીમખાના ખાતે બંદિશ પહોંચ્યો ત્યારે ગેટ બંધ હતો અને તેમાં ફેસ આઇડી લોક હતું, જેથી લોક ખુલતું નહોતું. જોકે, ત્યાં જુગાર રમાતો હોવાની આશંકા હોવાને કારણે બંદિશે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી દીધો હતો. દરમિયાન કોઇએ દરવાજો ખોલી નાખ્યો હતો. જેથી બંદિશે અંદર જઈને જોયું તો જ્યાં જુદા જુદા માળે લોકો જુગાર રમી રહ્યા હતા.
તેણે વીડિયો ઉતારતા લોકો ત્યાંથી ભાગવા લાગ્યા હતા. જેથી તેમની સાથે બંદિશ પણ નીચે ઉતરતો ત્યારે મેઇન ગેટ પાસે ગોવિંદભાઇ ઉર્ફે ગામો પટેલ આવી ગયો હતો અને જણાવ્યું હતું કે, કોઇ નીચે ઉતરવાનું નથી. જોકે, તમામ વ્યક્તિઓ ત્યાંથી નીકળી ગયા ત્યારે ગામાએ બંદિશને જણાવ્યું હતું કે, તું બહાર નીકળી જા. તેથી બંદિશે જણાવ્યું હતું કે, હું પણ મિલકતમાં ૩૩ ટકાનો હિસ્સેદાર છું.
તેથી તેણે પુરાવા માગતા બંદિશે ફોનમાં આ અંગેના પુરાવા બતાવ્યા હતા. દરમિયાન ગામાએ કમરના ભાગેથી બંદિશનું પેન્ટ ખેંચી ગાળો આપી હતી અને માર માર્યાે હતો. ત્યાં કામ કરતો રાહીલ પણ ત્યાં આવ્યો હતો અને તેણે પણ ઝપાઝપી કરી મારામારી કરી હતી.
જેથી બંદિશે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યાે હતો અને ત્યાંથી નીકળ્યો ત્યારે ગામાએ ધમકી આપી હતી કે, હવે અહીં આવીશ તો તને જાનથી મારી નાંખીશું. આ મામલે બંદિશે ગામા અને રાહીલ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ આદરી છે.SS1MS