અમદાવાદમાં છેલ્લા ૧૩ દિવસમાં ડેન્ગ્યૂના ૨૦૦થી વધુ કેસ આવતા ફફડાટ

અમદાવાદ, સામાન્ય રીતે સપ્ટેમ્બરથી ડિસેમ્બર મહિના સુધીમાં ડેન્ગ્યૂના કેસ વધુ સંખ્યામાં નોંધાતા હોય છે. સપ્ટેમ્બર મહિનાના તેર દિવસમાં જ અમદાવાદમાં ડેન્ગ્યૂના ૨૦૦ કેસ નોંધાયા છે. ગોમતીપુર, બહેરામપુરા ઉપરાંત પાલડી, નવરંગપુરા અને રાણીપ સહિતના વિસ્તારમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે.
આ વર્ષે ડિસેમ્બર અંત સુધીમાં ડેન્ગ્યૂના કેસમાં હજુ વધારો થવાની સંભાવના વ્યકત કરાઈ છે.એક તરફ અમદાવાદમાં પાણીમાં પોલ્યુશન આવવાના કારણે અલગ અલગ ૨૬ સ્પોટને હોટ સ્પોટ જાહેર કરાયા છે. આ વિસ્તારોમાં પાણીની વર્ષાે જુની લાઈન બદલવાની કામગીરી શરુ કરાઈ છે. બીજી તરફ સપ્ટેમ્બર ના આરંભથી અલગ અલગ વોર્ડ વિસ્તારોમાં ડેન્ગ્યૂના કેસ નોંધાઈ રહયા છે.
મ્યુનિસિપલ કોર્પાેરેશન દ્વારા મચ્છરજન્ય રોગને નિયંત્રિત કરવાની કહેવાતી કામગીરીની વચ્ચે સપ્ટેમ્બર માં મેલેરિયાના ૭૫ અને ઝેરી મેલેરિયાના ૭ કેસ નોંધાયા છે.
પાણીજન્ય રોગમાં કમળાના ૨૦૦, ટાઈફોઈડના ૧૮૦, ઝાડા ઉલટીના ૧૨૦ તથા વટવા વોર્ડમાં કોલેરાનો એક કેસ નોંધાયો છે. કોર્પાેરેશન દ્વારા લેવામાં આવેલા પાણીના સેમ્પલ પૈકી ૪૪ સેમ્પલ પીવાલાયક પાણીના નહીં હોવાનુ સામે આવ્યુ છે.
૧૧ સેમ્પલમાં કલોરીન નીલ હોવાનો રીપોર્ટ આવ્યો છે.પ્રાપ્ત થતી વિગત મુજબ,અમદાવાદમાં આ વર્ષે જાન્યુઆરીથી સપ્ટેમ્બર -૨૫ સુધીમાં ડેન્ગ્યૂના કુલ ૯૩૪ કેસ નોંધાયા છે. આ પૈકી ૫૨૬ પુરુષ અને ૪૦૮ મહિલા દર્દી છે. શહેરમાં ૧ વર્ષ સુધીના ૧૧, ૧થી ૪ વર્ષ સુધીના ૬૨ તથા ૫થી ૮ વર્ષ સુધીના ૪૨ બાળકો આ વર્ષે ડેન્ગ્યૂના સકંજામા આવી ગયા હતા.SS1MS