Western Times News

Gujarati News

હવે હું લગ્ન નહીં કરું, એકલી જ ખુશ છું: ધનશ્રી વર્મા

મુંબઈ, ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલની એક્સ વાઈફ અને એક્ટ્રેસ ધનશ્રી વર્મા હાલમાં ‘રાઈઝ એન્ડ ફોલ’ શામાં ચર્ચામાં છે. ચાહકોને શોમાં ધનશ્રીનો બેબાક અંદાજ જોવા મળી રહ્યો છે. ધનશ્રી ઘણીવાર યુઝવેન્દ્ર ચહલ સાથે છૂટાછેડા પર પણ વાત કરતી જોવા મળે છે. ધનશ્રી તેના તૂટેલા લગ્નથી એટલી દુઃખી છે કે, હવે તે ફરીથી લગ્ન કરવા નથી માગતી. આ વાતનો ઉલ્લેખ તેણે પવન સિંહ સામે કર્યાે.

એક્ટ્રેસની વાત સાંભળીને ભોજપુરી સ્ટારે કેવી પ્રતિક્રિયા આપી તે જાણીએ.૧૫ સપ્ટેમ્બરના એપિસોડમાં ધનશ્રી વર્મા નયનદીપ રક્ષિત અને પવન સિંહ સાથે પોતાના સપના વિશે વાત કરતી દેખાય રહી છે. ધનશ્રી કહે છે કે મને ખૂબ જ સારું સપનું આવ્યું.

મેં જોયું કે હું સરસવના ખેતરમાં ઉભી છું અને ખૂબ જ ખુશ છું. તે ખૂબ જ સુંદર દૃશ્ય હતું. આના પર નયનદીપ કહે છે કે શું તું એકલી હતી કે તારી સાથે કોઈ હતું. તો ધનશ્રીએ કહ્યું કે હું એકલી હતી. ત્યારે નયનદીપ કહે છે કે તો પછી શું ફાયદો.ધનશ્રી આગળ કહે છે કે, ‘હવે મને કોઈની જરૂર નથી. હું એકલી જ ખુશ છું.

મેં રિલેશનશિપમાં ઘણું સહન કર્યું છે. મને લાગે છે કે હું ઈન્ડસ્ટ્રીની ફીમેલ સલમાન ખાન છું. હું બીજા લગ્ન નહીં કરું. હવે હું આખી જિંદગી સિંગલ જ રહીશ.’

પવન સિંહે કહ્યું કે કહેવું ખૂબ જ સરળ છે, પરંતુ આવું નથી હોતું. જીવનમાં કોઈક તો જોઈએ જ.સોમવારે શામાં પેન્ટહાઉસના નવા રુલર માટે નોમિનેશન ટાસ્ક થયો હતો. આ ટાસ્કમાં નયનદીપે અર્જુન બિજલાનીને રુલર માટે દાવેદાર બનાવ્યો હતો. ધનશ્રીને આશા હતી કે તે તેને રુલર બનાવવા માટે નોમિનેટ કરશે. તેથી નયનદીપના આ એક્શનથી દુઃખી થઈ જાય છે.

તે વોશરૂમમાં જાય છે અને રડવા લાગે છે. ધનશ્રીએ નયનદીપને કહ્યું કે, હું આ શોમાં માત્ર પવન સિંહ પર જ વિશ્વાસ કરું છું. જ્યારે નયનદીપે પોતાના કાઉન્ટરમાં કહ્યું કે હું શામાં જે પણ નિર્ણય લઉં છું, તેનાથી ધનશ્રીને સમસ્યા છે.

એક્ટ્રેસની પર્સનલ લાઈફની વાત કરીએ તો તેણે ૨૦૨૦માં ક્રિકેટર યુઝવેન્દ્ર ચહલ સાથે લગ્ન કર્યા હતા, પરંતુ બંનેના ૨૦૨૫માં છૂટાછેડા થયા અને અલગ થઈ ગયા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.