પાકિસ્તાન-સાઉદી વચ્ચે નાટો દેશો જેવી મોટી ડીલ, કોઈ એક પર એટેક બંને પર હુમલો ગણાશે

રિયાધ, જ્યારથી ઈઝરાયલે કતાર પર હુમલો કર્યાે છે ત્યારથી સમગ્ર મુસ્લિમ દેશોમાં ફફડાટની સ્થિતિ જોવા મળી રહી છે. આ દરમિયાન ઈઝરાયલ સામે કાર્યવાહી કરવી એ પણ તેમની સામે એક મોટો પડકાર છે.
આ સૌની વચ્ચે મુસ્લિમ દેશો એકજૂટ થઇને નાટો જેવી સેના ઊભી કરવાના પ્રયાસો કરી રહ્યા છે. આ દિશામાં સાઉદી અરબ પાકિસ્તાને સાથે મળીને એક મોટું પગલું ભર્યું છે. માહિતી અનુસાર પાકિસ્તાન અને સાઉદી અરબે એક મહત્ત્વપૂર્ણ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા.
જે કરારનું નામ સ્ટ્રેટજિક મ્યુચ્યુઅલ ડિફેન્સ એગ્રીમેન્ટ રખાયું છે. આ ડીલ હેઠળ નક્કી થયું છે કે જો કોઈ એક દેશ પર હુમલો થશે તો તે બંને દેશો પર હુમલો ગણાશે. આ સમજૂતી પાક. પીએમ શાહબાઝ શરીફની સાઉદીની યાત્રા દરમિયાન થઈ હતી.
સાઉદી અરબમાં અલ યમામા પેલેસ ખાતે ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન દ્વારા તેમનું સ્વાગત કરાયું હતું. પાકિસ્તાની મીડિયાના અહેવાલો અનુસાર પાકિસ્તાની પીએમઓ અનુસાર એક નિવેદન જાહેર કરાયું હતું જેમાં કહેવાયું હતું કે આ સમજૂતી બંને દેશોની લગભગ આઠ દાયકા જૂની ભાગીદારી પર આધારિત છે જેને ભાઈચારા, ઈસ્લામિક એકજૂટતા અને સંયુક્ત વ્યૂહાત્મક હીતોએ મજબૂત બનાવ્યા છે.SS1MS