Western Times News

Gujarati News

દેશમાં ટકાઉ અને શ્રેષ્ઠ નેશનલ હાઈવે બનાવવા સરકારનો મહત્ત્વનો નિર્ણય

મુંબઈ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (દ્ગૐછૈં)એ ‘નેશનલ હાઈવે પ્રોજેક્ટ્‌સ’ માટે ટેન્ડર નિયમોને વધુ કડક બનાવ્યા છે. આનો મુખ્ય ઉદ્દેશ્ય પ્રોજેક્ટ્‌સને સમયસર પૂરો કરવા, ખર્ચ ઘટાડવા અને કામની ગુણવત્તા શ્રેષ્ઠ બનાવવાનો છે.

નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ સ્પષ્ટ કહ્યું છે કે, જે કોન્ટ્રાક્ટરોને ખરેખર હાઈવે બનાવવાનો અનુભવ હશે, તેવા કોન્ટ્રાક્ટરોને જ મોટા પ્રોજેક્ટ માટે યોગ્ય ગણવામાં આવશે. ઘણીવાર એવું બનતું હોય છે કે, કોન્ટ્રાક્ટરો પોતાના નાના-મોટા કામોને સમાન કામગીરી બતાવીને પ્રોજેક્ટનો કોન્ટ્રાક્ટ મેળવવાનો પ્રયાસ કરતા હોય છે અને તેઓ ક્વોલિફાય પણ કરી લે છે.

જોકે હવે નવા નિયમો મુજબ હવે એવા કોન્ટ્રાક્ટરોને પ્રોજેક્ટનું કામ આપવામાં આવશે, જેઓએ હાઈવેના વિકાસ કાર્યમાં જરૂરી મોટા ઘટનો પર કામ કર્યું હોય.

એનએચઆઈએ એવું પણ કહ્યું કે, ઘણી વાર કંપનીઓ કોઈપણ મંજૂરી વગર ઈપીસી (એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને કન્સ્ટ્રક્શન) કોન્ટ્રાક્ટરને એચએએમ (હાઈબ્રિડ એન્યુટી મોડેલ) અને બીઓટી (બિલ્ડ, ઓપરેટ, ટ્રાન્સફર) પ્રોજેક્ટ્‌સમાં સામેલ કરી નાખે છે. એટલું જ નહીં ઘણીવાર કંપનીઓ ટેન્ડર લઈ લે છે અને પછી નિર્ધારીતથી વધુ સબ-કોન્ટ્રાક્ટ ઉભા કરી નાખે છે. જોકે હવે આવી કામગીરી ગેરવ્યાજબી ગણાશે અને તેને છેતરપિંડી સમાન ગણી કડક કાર્યવાહી કરાશે.

એનએચઆઈએ વધુ એક મહત્ત્વનો નિર્ણય લીધો છે, જેમાં હવે કોઈપણ થર્ડ પાર્ટી પાસેથી બિડ અને પરફોર્મન્સ સિક્યુરિટી સ્વીકારવામાં આવશે નહીં. હવે બિડર અથવા તેમની એપ્›વ યુનિટી બિડ અને સિક્યુરિટી જ માન્ય ગણાશે. અગાઉ બિડરો એવી સિક્યોરિટી આપતા હતા, જેમની જવાબદારી પર સવાલ ઉઠતા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.