જીએસટી સુધારાથી અર્થતંત્રમાં રૂ.૨ લાખ કરોડ ઠલવાશેઃ નાણાંમંત્રી

વિશાખાપટ્ટનમ, કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને બુધવારે જણાવ્યું હતું કે આગામી પેઢીના જીએસટી સુધારાઓથી દેશના અર્થતંત્રમાં શ્૨ લાખ કરોડની જંગી રકમ ઠલવાશે.
અગાઉ ટેક્સમાં જતા હતાં તે નાણા હવે લોકોના હાથમાં રહેશે અને તેઓ તેનો ખર્ચ કરી શકશે.નેક્સ્ટ જનરેશન જીએસટી સુધારાઓ અંગેના આઉટરીચ એન્ડ ઇન્ટરેક્શન કાર્યક્રમને સંબોધતા નાણાપ્રધાને જણાવ્યું હતું કે આ સુધારાઓ પછી ૧૨ ટકા જીએસટી સ્લેબ હેઠળની ૯૯ ટકા વસ્તુઓ પર હવે પાંચ ટકા ટેક્સ લાગુ પડશે. આ ઉપરાંત ૨૮ ટકા ટેક્સ સ્લેબ હેઠળની ૯૦ ટકા વસ્તુઓ પર હવે ૧૮ ટકા ટેક્સ લાગુ પડશે. આગામી પેઢીના ટેક્સ સુધારાથી ૫ ટકા અને ૧૮ ટકા એમ માત્ર બે ટેક્સ સ્લેબ રહેશે.
તેનાથી અર્થતંત્રમાં આશરે શ્૨ લાખ કરોડ ઠલવાશે. લોકો પાસે વધુ રોકડ રકમ રહેશે. જીએસટી કાઉન્સિલ સહકારી સંઘવાદનું એક ઉત્તમ ઉદાહરણ છે અને તે સ્વતંત્રતા પછી બનાવવામાં આવેલી એકમાત્ર બંધારણીય સંસ્થા છે.
સીતારામને જણાવ્યું હતું કે જીએસટીનો ૨૦૧૮માં અમલ કરવામાં આવ્યો ત્યારે તેની આવક ૭.૧૯ લાખ કરોડ હતી, જે ૨૦૨૫માં વધી ૨૨.૦૮ લાખ કરોડ થઈ હતી. કરદાતાની સંખ્યા પણ અગાઉની ૬૫ લાખથી વધીને ૧.૫૧ કરોડ થઈ છે.
તેમણે જણાવ્યું હતું કે કેટલીક અગ્રણી એફએમસીજી કંપનીઓ સહિત ઘણી કંપનીઓ સ્વેચ્છાએ ૨૨ સપ્ટેમ્બર પહેલા જ ભાવમાં ઘટાડો કરીને ગ્રાહકોને લાભ આપવાનું ચાલુ કર્યું છે.
અગાઉની યુપીએ સરકારની કરપ્રણાલીને ટેક્સ ટેરરિઝમ ગણાવીને તેમણે જણાવ્યું હતું કે એક રાષ્ટ્ર-એક કરના વિઝનના ભાગ રૂપે જીએસટીના અમલમાં ઘણી કવાયત કરવામાં આવી છે.
યુપીએ સરકારનું ૧૦ વર્ષ સુધી શાસન હતું. પરંતુ જીએસટી લાવી શકી ન હતી. યુપીએ સરકાર રાજ્યોને જીએસટી વિશે મનાવી શકી ન હતી. હું આનાથી પણ વધુ કઠોર રાજકીય જવાબ આપી શકી હોત, પણ આજે નહીં.SS1MS