Western Times News

Gujarati News

જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝનો IPO 25 સપ્ટેમ્બરે ખૂલશે, પ્રાઇઝ બેન્ડ પ્રતિશેર રૂ. 115-રૂ. 121

Ahmedabad, કેરએજ રિપોર્ટ મૂજબ ભારતના સૌથી મોટા નોન-ઓઇએમ કન્સ્ટ્રક્શન મશીન નિકારકર્તા અને 6.9 ટકા બજાર હિસ્સેદારી ધરાવતા જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (જેકેઆઇપીએલ)એ તેના આગામી રૂ. 116 કરોડના પ્રારંભિક જાહેર ભરણા (આઇપીઓ) માટે પ્રતિશેર રૂ. 115થી રૂ. 121નો પ્રાઇઝ બેન્ડ નક્કી કર્યો છે.

કંપનીનું મૂલ્ય અપર એન્ડ ઉપર રૂ. 464 કરોડ થવા પામે છે. રાયપુર સ્થિત કંપનીનો આઇપીઓ 25 સપ્ટેમ્બરના રોજ ખૂલશે અને 29 સપ્ટેમ્બરે બંધ થશે.

આઇપીઓમાં 86.35 લાખ ઇક્વિટી શેર્સનો ફ્રેશ ઇશ્યૂ અને પ્રતિ શેર રૂ. 10ની મૂળ કિંમતના 9.59 લાખ ઇક્વિટી શેર્સનો ઓફર ફોર સેલ સામેલ છે.

જેકેઆઇપીએલ ફ્રેશ ઇશ્યૂમાંથી પ્રાપ્ત ભંડોળમાંથી રૂ. 72.67 કરોડ લાંબાગાળાની કાર્યકારી મૂડીની જરૂરિયાતોને પૂર્ણ કરવા તથા બાકીની રકમનો ઉપયોગ કોર્પોરેટના સામાન્ય હેતુઓ માટે કરાશે.

અનિલ કુમાર જૈન, અભિનવ જૈન, સંધ્યા જૈન, તિથિ જૈન અને યશ્વી જૈન દ્વારા પ્રમોટેડ જિનકુશલ ઇન્ડસ્ટ્રીઝ વૈશ્વિક માર્કેટમાં નવા અને કસ્ટમાઇઝ્ડ તથા યુઝ્ડ અને રિફર્બિશ્ડ કન્સ્ટ્રક્શન મશીનના એક્સપોર્ટ ટ્રેડિંગમાં કાર્યરત છે તેમજ ભારત સરકારના ડિરેક્ટોરેટ જનરલ ઓફ ફોરેન ટ્રેડ (ડીજીએફટી) દ્વારા થ્રી-સ્ટાર એક્સપોર્ટ હાઉસની ઓળખ ધરાવે છે.

કંપની હાઇડ્રોલિક એક્સકેવેટર્સ, મોટર ગ્રેડર્સ, બેકહો લોડર્સ, સોઇલ કોમ્પેક્ટર્સ, વ્હીલ લોડર્સ, બુલડોઝર, ક્રેન અને ડામર પેવર્સ જેવા કન્સ્ટ્રક્શન મશીનોના એક્સપોર્ટ ટ્રેડિંગમાં કુશળતા ધરાવે છે. તેણે યુએઇ, મેક્સિકો, નેધરલેન્ડ્સ, બેલ્જિયમ, દક્ષિણ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા અને યુકે સહિત 30થી વધુ દેશોમાં કન્સ્ટ્રક્શન મશીનની નિકાસ કરી છે.

નાણાકીય વર્ષ 2025માં જેકેઆઇપીએલએ કામગીરીમાંથી રૂ. 380 કરોડની આવક નોંધાવી હતી, જે વાર્ષિક ધોરણે 59.5 ટકાની વૃદ્ધિ દર્શાવે છે. આરએચપી મૂજબ એક્શન કન્સ્ટ્રક્શન ઇક્વિલપમેન્ટ લિમિટેડ અને વિઝન ઇન્ફ્રા ઇક્વિપમેન્ટ સોલ્યુશન્સ લિમિટેડ તેના લિસ્ટેડ ઇન્ડસ્ટ્રી પિઅર્સ છે.

જેકેઆઇપીએલ છત્તિસગઠના રાયપુરમાં 30,000 ચોરસ ફૂટમાં ફેલાયેલી ઇન-હાઉસ રિફર્બિશમેન્ટ સુવિધા ચલાવે છે, જે આધુનિક મશીનોથી સજ્જ છે. તેમાં હાઇડ્રોલિક મોબાઇલ ક્રેન્સ, હાઇડ્રોલિક ક્રિમ્પિંગ મશીનો, પ્લાઝ્મા કટીંગ સિસ્ટમ્સ, એમઆઇજી વેલ્ડીંગ મશીનો, લેથ અને ટર્નિંગ મશીનો, લાઇન બોરિંગ મશીનો, સેન્ડ બ્લાસ્ટિંગ, એર કોમ્પ્રેસર, પેઇન્ટિંગ ડિવાઇસ વગેરેનો સમાવેશ થાય છે, જે સુનિશ્ચિત કરે છે કે રિફર્બિશમેન્ટ પ્રક્રિયા ઇન્ડસ્ટ્રીના ધોરણો સાથે સુસંગત છે. જીવાયઆર કેપિટલ એડવાઇઝર્સ પ્રાઇવેટ લિમિટેડ આઇપીઓના એકમાત્ર બુક રનિંગ લીડ મેનેજર (બીઆરએલએમ) છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.