Western Times News

Gujarati News

મોદી નહીં ઝૂકતા ટ્રમ્પની શાન ઠેકાણે આવશે: ૨૫ ટકા ટેરિફ ઘટાડી શકે છે

અમેરિકા ટૂંક સમયમાં ભારતીય સામાન પર લગાવેલી ૨૫ ટકા વધારાની પેનલ્ટી ટેરિફ હટાવી શકે છે.

(એજન્સી)નવી દિલ્હી, અમેરિકા દ્વારા ભારત પર લાદવામાં આવેલ ૫૦% ટેરિફમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે અને ટ્રમ્પ દ્વારા રશિયન તેલ ખરીદી પર લાદવામાં આવેલ ૨૫% ટેરિફને હટાવી શકાય છે. મુખ્ય આર્થિક સલાહકાર વી. અનંત નાગેશ્વરને ગુરુવારે આ આશા વ્યક્ત કરી હતી. તેમણે કહ્યું હતું કે અમેરિકા ટૂંક સમયમાં ભારતીય માલ પરનો વધારાનો ટેરિફ દૂર કરી શકે છે અને પારસ્પરિક ટેરિફ ઘટાડીને ૧૦થી ૧૫% કરી શકે છે. સીઈએએ ભારત-અમેરિકા વેપાર કરાર પર પ્રગતિનો પણ સંકેત આપ્યો હતો.

કોલકાતામાં એક કાર્યક્રમમાં બોલતા સીઈએ નાગેશ્વરને કહ્યું કે તેમને અપેક્ષા છે કે આગામી ૮થી ૧૦ અઠવાડિયામાં ટેરિફનો મુદ્દો ઉકેલાઈ જશે. તેમણે કહ્યું, “મને વિશ્વાસ છે કે આગામી થોડા મહિનામાં ઓછામાં ઓછા ૨૫% વધારાના ટેરિફનો ઉકેલ મળી જશે.” બિઝનેસ ટુડેમાં પ્રકાશિત થયેલા અહેવાલ મુજબ, નાગેશ્વરને વધુમાં જણાવ્યું હતું કે વેપાર કરાર અંગે બંને દેશો વચ્ચે વાટાઘાટોમાં તેજીના સંકેતો છે, જે આશરે ૫૦ અબજ ડોલરના ભારતીય નિકાસ પરના દબાણને ઘટાડી શકે છે.

ભારત અને અમેરિકા વચ્ચેનો વેપાર સોદો કૃષિ અને ડેરી ઉત્પાદનો સહિતના મુદ્દાઓ પર અટકી ગયો હતો અને ટ્રમ્પના વધારાના ટેરિફ પછી વાટાઘાટો અટકી ગઈ હતી. જોકે, તાજેતરમાં યુએસ પ્રમુખ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ‰થ પર પીએમ મોદીને તેમના સારા મિત્ર ગણાવ્યા હતા

અને વેપાર સોદાના સફળ નિષ્કર્ષનું વચન આપ્યું હતું. આ પછી આ અઠવાડિયાની શરૂઆતમાં યુએસ મુખ્ય વાટાઘાટકાર બ્રેન્ડન લિંચે વેપાર સોદા પર છઠ્ઠા રાઉન્ડની વાટાઘાટો માટે નવી દિલ્હીની મુલાકાત લીધી હતી અને ભારતના મુખ્ય વેપાર વાટાઘાટકાર રાજેશ અગ્રવાલ સાથે લગભગ સાત કલાક લાંબી ચર્ચા કરી હતી.

ભારતના ચીફ ઈકોનોમિક એડવાઈઝર વી. અનંથા નાગેશ્વરને કહ્યું કે, અમેરિકા ટૂંક સમયમાં ભારતીય સામાન પર લગાવેલી ૨૫ ટકા વધારાની પેનલ્ટી ટેરિફ હટાવી શકે છે. એટલું જ નહીં, અમેરિકા તરફથી લગાવવામાં આવેલા રેસિપ્રોકલ ડ્‌યૂટી પણ હાલની ૨૫ ટકાથી ઘટાડીને ૧૦થી ૧૫ ટકા વચ્ચે લાવી શકે છે. કોલકાત્તામાં એક કાર્યક્રમ દરમ્યાન નાગેશ્વરને કહ્યું કે, તેમને પૂરો વિશ્વાસ છે કે આગામી થોડા મહિનામાં, કદાચ તેની પહેલા, અમેરિકા આ પેનલ ટેરિફને હટાવવાનો નિર્ણય કરી શકે છે.

તેમણે એવું પણ કહ્યું કે, રેસિપ્રોકલ ડ્‌યૂટી ઓછી કરી એ સ્તર પર આવી શકે છે, જેની આશા પહેલાથી કરવામાં આવી રહી હતી, એટલે કે ૧૦થી ૧૫ ટકા સુધી. જો આવું થશે તો ભારતીય નિકાસકારોને મોટી રાહત મળશે અને બંને દેશો વચ્ચે વ્યાપારિક સંબંધ વધારે મજબૂત થશે. ટેરિફ હટાવવાથી ભારતનું સ્ટીલ, એલ્યુમિનિયમ અને અન્ય ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ્‌સને અમેરિકાની બજારમાં ખૂબ જ આસાનીથી જગ્યા મળશે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે હાલમાં જ ભારતના ચીફ ટ્રેડ નેગોશિએટર અને વાણિજ્ય મંત્રાલયના સ્પેશિયલ સેક્રેટરી રાજેશ અગ્રવાલે અમેરિકાના સાઉથ અને સેન્ટ્રલ એશિયાના ટ્રેડ રિપ્રેઝેંટેટિવ બ્રેંડન લિંચ સાથે નવી દિલ્હીમાં મુલાકાત કરી હતી. આ બંને દેશો વચ્ચે પહેલી વાર આમને-સામને વાત થઈ હતી,

જ્યારથી ટ્રમ્પ પ્રશાસને ગત મહિને ભારતીય એક્સપોટ્‌ર્સ પર વધારાનો ટેરિફ લગાવવાની જાહેરાત કરી હતી. ટ્રમ્પ સરકારના નિર્ણય બાદ બનેલા ડબલ-લેયર્ડ ટેરિફ રેઝિમે ભારતીય એક્સપોટ્‌ર્સની મુશ્કેલીઓ વધારી દીધી છે. અમુક પ્રોડક્ટ્‌સ પર ડ્‌યૂટી ૫૦ ટકા સુધી પહોંચી ગઈ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.