નિકોલ- કઠવાડામાં જિમ્નેશિયમ, સ્વીમિંગ પુલ બનાવવા 9.30 કરોડનો ખર્ચો કરાશે નહીં

પ્રતિકાત્મક
કઠવાડામાં સ્વીમીંગ પુલના બદલે માળખાકીય સુવિધાઓ માટે નાણા ખર્ચ થશે
પ્રતિનિધિ અમદાવાદ, છસ્ઝ્ર દ્વારા શહેરના પૂર્વ ઝોનમાં આવેલા નિકોલ- કઠવાડામાં રૂ. ૯ કરોડ, ૩૦ લાખના ખર્ચે જિમ્નેશિયમ, સ્વીમિંગ બનાવવામાં આવશે નહીં. નિકોલ-કઠવાડામાં જિમ્નેશિયમ અને સ્વીમિંગ પુલ બનાવવાને બદલે પાણી ડ્રેનેજની લાઈનો નાંખવા, નવા રોડ બનાવવા સહિત માળખાકીય સુવિયાઓ ડેવલપ કરવા માટે આ રકમ ખર્ચવાનો સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે અને આ હેતુસર રજૂ કરાયેલી દરખાસ્ત પડતી મૂકવામાં આવી છે. આમ, નિકોલ- કઠવાડામાં પાયાની સુવિધાઓ વિકસાવવાને મહત્વ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે.
સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવનાંગ દાણીએ જણાવ્યું હતું કે, AMC દ્વારા સમતોલ વિકાસ કરવાની તેમ સાથે પૂર્વના પટ્ટાના વિસ્તારોમાં પણ શહેરીજનોને જિમ્નેશિયમ, સ્વીમિંગ પુલ, બગીચા, લાયબ્રેરી, સહિતની સુવિધાઓ મળે તે હેતુસર પગલા લેવામાં આવી રહ્યા છે. શહેરના પૂર્વ ઝોનમાં આવેલા નિકોલ -કઠવાડામાં જિમ, સ્વીમિંગ પૂલ બનાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ હેતુસર નિકોલ વોર્ડમાં ્ઁ- ૧૧૦ (નિકોલ -કઠવાડા) હ્લઁ. ૧૦૫માં નેબરહૂડ સેન્ટર માટેનો રીઝર્વેશન પ્લોટમાં મહિલાઓ માટે સ્વીમિંગ પૂલ અને જિમ્નેશિયમ બનાવવા માટે ટેન્ડર મંગવવામાં આવ્યા હતા અને ૧૧.૧૨ ટકાના આછા ભાવથી રૂ. ૯ કરોડ, ૩૦ લાખના ખર્ચે જિમ્નેશિયમ અને સ્વીમિંગ પૂલ બનાવવા માટેનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું.
જોકે, નિકોલ -કઠવાડામાં જિમ્નેશિયમ અને સ્વીમિંગ પુલ બનાવવાને બદલે નવા રોડ બનાવવા, રોડ રીસરફેસ કરવા, પીવાના પાણીની અને ડ્રેનેજ લાઈનો નાંખવા સહિત પાયાની સુવિધાઓ વિકસાવવાને વધુ મહત્વ આપવાનું નક્કી કરવામાં આવ્યું છે. છસ્ઝ્ર હદમાં સમાવેશ કરવામાં આવ્યાને વર્ષો થવા છતાં નિકોલ અને કઠવાડામાં સિસ્ટેમેટિક ટ્રેનેજ સુવિધાનો અભાવ જોવા મળે છે.
જેના કારણે દર વર્ષે ચોમાસામાં વરસાદી પાણી ભરાય છે અને ગટરો બેક મારવાને કારણે મધુમાલતી ફ્લેટ સહિત કેટલીક જગ્યાએ બેથી ચાર દિવસ સુધી વરસાદી પાણીનો નિકાલ થતો નથી અને રહીશોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોવાથી નિકોલ- કઠવાડામાં પાણીની લાઈનો નાંખવા ગટરની લાઈનો નાંખવા અને સ્ટ્રોમ વોટર ડ્રેનેજની લાઈનો નાંખવાની કામગીરીને મહત્વ આપવામાં આવ્યું છે.