Western Times News

Gujarati News

પાકિસ્તાનમાં થયા ૨ મોટા બોમ્બ બ્લાસ્ટ; આઠના મોત

બલૂચિસ્તાન, પાકિસ્તાનમાં આતંકી ઘટનાઓ વધી રહી છે. સૂત્રો દ્વારા મળતી જાણકારી પ્રમાણે પાકિસ્તાનના દક્ષિણ-પશ્ચિમ વિસ્તારમાં બે બોમ્બ બ્લાસ્ટની ઘટના પ્રકાશમાં આવી છે. આ બોમ્બ બ્લાસ્ટમાં ૮ લોકોનો જીવ ગયો છે.જ્યારે ૨૩થી પણ વધારે લોકો ગંભીર રીતે ઘાયલ થયાં છે.

પાકિસ્તાની અધિકારીઓ દ્વારા આ જાણકારી આપવામાં આવી છે. આતંકવાદી વિચારધારા હવે ખૂદ પાકિસ્તાન માટે જ હાનિકારક સાબિત થઈ રહી છે.આ ઘટનાની વાત કરવામાં આવે તો, પહેલો બ્લાસ્ટ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના તુર્બત જિલ્લામાં થયો હતો. અહીં એક આત્મઘાતી હુમલાખોર સુરક્ષા કાફલા પર વાહન અથડાવ્યો અને બ્લાસ્ટ થયો હતો.

જેમાં બે સુરક્ષા કર્મચારીઓ માર્યા ગયા હતા અને ૨૩ ઘાયલ થયા હતા.આ બ્લાસ્ટના થોડા જ કલાક પછી અફઘાન સરહદ નજીક દક્ષિણ-પશ્ચિમ શહેર ચમનમાં કાર બોમ્બ વિસ્ફોટ થયો હતો. આ બ્લાસ્ટમાં છ લોકો માર્યા ગયા છે.

મહત્વની વાત એ છે કે, આ બોમ્બ બ્લાસ્ટ કોણે કર્યાે તેની હજી સુધી કોઈ સંગઠને જવાબદારી લીધી નથી.મીડિયા રિપોટ્‌ર્સ પ્રમાણે શંકા પાકિસ્તાની તાલિબાન અને બલૂચ અલગતાવાદીઓ પર થઈ રહી છે. જેઓ ઘણીવાર પ્રાંતમાં સુરક્ષા દળો અને નાગરિકોને નિશાન બનાવતા હોય છે. જો કે, હજી સુધી તેના કોઈ પુરાવા મળ્યાં નથી.

આ બોમ્બ બ્લાસ્ટ શા કારણે કરવામાં આવ્યો?પાકિસ્તાન હવે આતંકવાદના કારણે ખતમ થઈ રહ્યું છે. પહેલા પાકિસ્તાની આતંકવાદીઓ ભારતમાં બોમ્બ બ્લાસ્ટ કરતા હતા પરંતુ હવે તો ખૂદ પાકિસ્તાન તેનો ભોગ બની રહ્યું છે.

આ બોમ્બ બ્લાસ્ટમાં ૮ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.આંકડાની વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં જૂન મહિનામાં ૭૮ આતંકવાદી હુમલાઓ થયાં હતાં. મોટા ભાગે બલૂચિસ્તાનને નિશાન બનાવવામાં આવતું હોય છે.

થોડા સમય પહેલા પાકિસ્તાનના ખૈબર પખ્તુનખ્વામાં ૪૫ આતંકવાદીઓ માર્યા ગયા હતા.આ ઓપરેશન દરમિયાન લગભગ ૧૯ સૈનિકો પણ માર્યા ગયા હતા. ભારત સહિત વિશ્વભરના દેશો પાકિસ્તાને આતંકવાદ ખતમ કરવાની ચેતવણી આપી છે. તેમ છતાં પાકિસ્તાન આતંકવાદીઓને પનાહ આપતું આવ્યું છે, જેનું ફળ અત્યારે તેને મળી રહ્યું છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.