સાળી પર કુહાડીનો ઘા કરનાર બનેવીને સાત વર્ષની જેલ

ભુજ, કચ્છના ભુજમાં સાળી પર જીવલેણ હુમલો કરનાર બનેવીને સાત વર્ષની સજા અને દંડ ફટકારવામાં આવ્યો. દિનારા ગામમાં બનેલી આ ઘટનામાં પીડિતાએ પોતાની આંખોની દ્રષ્ટિ ગુમાવી હતી. ભુજ તાલુકાના પશ્ચિમ વિસ્તારમાં આવેલા દિનારા ગામમાં વર્ષ ૨૦૨૧માં સાળીના હત્યા કરવાનો બનેવીએ પ્રયાસ કર્યાે હતો.
સાળી તેની બહેનને પોતાના વિરુદ્ધ ઉશ્કેરતી હોવાની શંકામાં સાળીના માથા ઉપર કુહાડીનો ઘા મારીને હત્યાનો પ્રયાસ કર્યાે હતા. જેથી મામદ અમીન સમા નામના વ્યક્તિની કોર્ટે હત્યાના પ્રયાસના ગુનામાં ચાર વર્ષ બાદ ચુકાદો આપ્યો છે અને આરોપીને સાત વર્ષની સાદી કેદની સજા અને રૂપિયા પાંચ હજારનો દંડ ફટકાર્યાે છે.
કેસની વાત કરવામાં આવે તો, ઓગસ્ટ ૨૦૨૧માં આરોપી મામદની પત્ની હવાબાઈ રિસામણે તેના પીયર ચાલી ગઈ હતી અને પત્નીએ ફેમિલી કોર્ટ-ભુજમાં ભરણ-પોષણ મેળવવા આરોપી સામે કેસ દાખલ કર્યાે હતો.
આરોપીએ પત્ની હવાબાઈ સાથે સમાધાન કરી પોતાની સાથે લઈ જવા મોટા દિનારા આવ્યો હતો.બપોરના અરસામાં હવાબાઈ તથા સલમાબાઈ અને કુવરબેન ઘરના ફળિયામાં બેઠા હતા ત્યારે મામદ કુહાડી લઈને આવ્યો અને માથાના પાછળના ભાગે કુહાડી વડે હુમલો કર્યાે હતો. તું તારી બહેનને ચઢાવે છે તેવું કહીને કુહાડી વડે હુમલો કર્યાે હતો.આ દરમિયાન સાળીને ગંભીર ઈજાઓ પહોંચાડી હતી.
આ હુમલામાં સલમાબાઈને હેમરેજ થઇ ગયું હતું અને હાલમાં તેમની બંને આંખમાં અંધાપો આવી ગયો હોવાનું પણ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.કાર્ટ કાર્યવાહી દરમિયાન આ ગુનામાં ફરિયાદી પક્ષ દ્વારા સેશન્સ કોર્ટમાં ૨૩ સાક્ષી અને ૩૪ દસ્તાવેજી પુરાવા રજૂ કરવામાં આવ્યા હતા, જેની તપાસ બાદ અદાલતે હત્યાનો પ્રયાસ કરવાના ગુનામાં આરોપી મામદને સાત વર્ષની સાદી કેદ અને રૂપિયા ૫૦૦૦નો દંડ ફટકારતો હુકમ કર્યાે છે.
આ સાથે અન્ય કલમ હેઠળ નોંધાયેલા ગુનામાં છ માસની સાદી કેદની સજા અને રૂપિયા ૧૦૦૦નો દંડ પણ ફટકાર્યાે હતો. કુલ મળીને આરોપીને સાડા સાત વર્ષની જેલ અને ૬૦૦૦ રૂપિયાને દંડ ફટકારવામાં આવ્યો છે.SS1MS