અમદાવાદના વેપારીને સુરતની ઠગ ટુકડીએ ૮.૫૪ કરોડનો ચૂનો લગાવ્યો

અમદાવાદ, અમદાવાદમાં રહેતા અને ચાંગોદરમાં ફાર્મા રો મટિરિયલનો પ્લાન્ટ ધરાવતા સાગર દેસાઇને મળી ગયેલા પ્રિઝમ એલાયન્સના સંચાલકો અને એક બ્રોકરે સાથે મળી ૮.૫૪ કરોડનો ચૂનો લગાવ્યો હતો. આ ટુકડીએ ઉધારમાં માલ લઇને ચૂકવણી ન કરતાં સાગર દેસાઇએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવતાં પોલીસ વધુ તપાસ આદરી છે.
અમદાવાદના પોશ મલ્હાર બંગલોઝમાં રહેતા સાગર અનિલ દેસાઇ ચાંગોદરમાં અલ્કોવ ઇન્ટરનેશનલ ડ્રગ નામની કંપની ધરાવે છે. તેમની માતા અમીબેન અને બહેન પ્રિયંકા દેસાઇની બે અન્ય કંપનીઓનું સંચાલન પણ તેઓ જ કરે છે. ત્રણેય કંપનીઓની રજિસ્ટર્ડ ઓફિસ પ્રહલાદનગર ક્રોસ રોડ નજીકની ઇસ્કોન એલિગન્સ બિલ્ડિંગમાં છે.
ફેબ્›આરી ૨૩માં બ્રોકર પરાગ શાહે સાગર દેસાઇનો સંપર્ક કરી પ્રિઝમ એલાયન્સ પ્રા. લી.ના ડિરેક્ટરો – વિકાસ શર્મા, ગજાનંદ શર્મા, બબલુ રવીન્દ્ર પાઠક અને રાહુલ ચુડાસમાની ઓળખાણ કરાવી હતી. પરાગે જણાવ્યું હતું કે આ ડિરેક્ટરો પણ ફાર્માસ્યુટિકલ્સ રો મટિરિયલના વેપારમાં જોડાયેલા છે અને તેમને મોટા પાયે મટિરિયલની જરૂર છે.
સાગર દેસાઇએ પોતાના ચાંગોદર સ્થિત પ્લાન્ટમાંથી રો મટિરિયલ મોકલવાનું શરૂ કર્યું. માલ ૯૦ દિવસની ઉધારીએ આપવામાં આવતો હતો. વિશ્વાસના આધારે સાગરે પોતાની ત્રણેય કંપનીઓમાંથી કુલ ૮.૫૪ કરોડનું રો મટિરિયલ મોકલ્યું.
પરંતુ નક્કી કરેલા સમય પછી પણ પ્રિઝમ એલાયન્સ તરફથી પૈસા આવ્યા નહોતા. ડિરેક્ટરો અને બ્રોકર પરાગ શાહે મળીને સાગર દેસાઇ સાથે છેતરપિંડી કરી હતી. સાગર દેસાઇએ ક્રાઇમ બ્રાંચમાં ફરિયાદ નોંધાવી છે. ઇન્સ્પેક્ટર જે.કે. ડાંગરની ટીમે પ્રિઝમ એલાયન્સના ચારેય ડિરેક્ટરો અને બ્રોકર પરાગ શાહ સામે તપાસ શરૂ કરી છે.SS1MS