Western Times News

Gujarati News

આજે ભારતમાં કોઈ પણ ફિલ્મ બનાવવી મુશ્કેલઃ પરેશ રાવલ

મુંબઈ, પરેશ રાવલની આવનારી ફિલ્મ ‘અજેય’ યુપીના સીએમ યોગી આદિત્યનાથના જીવન પર આધારીત છે. આ ફિલ્મ હવે રિલીઝ થઈ રહી છે. જોકે, તેના વિષયના કારણે આ ફિલ્મને તકલીફનો સામનો કરવો પડ્યો હતો.

બોમ્બે હેઇકોર્ટે મંજુરી આપી ત્યાં સુધી સેન્સર બોર્ડે આ ફિલ્મને મંજુરીનું સર્ટીફિકેટ આપ્યું નહોતું.કોઈ સંવેદનશીલ વિષય હોય ત્યારે થોડા વિÎન તો આવે જ છે, ત્યારે આજના સમયે રાજકીય વિષય પર ફિલ્મ બનાવવી કેટલી અઘરી છે, તે અંગે પરેશ રાવલે એક ઇન્ટરવ્યુમાં વાત કરી હતી. તેમણે જણાવ્યું કે, “મને તો એવું લાગે છ કે, અત્યારે કોઈ પણ વિષય પર ફિલ્મ બનાવવી મુશ્કેલ છે.

સોશિયલ મીડિયા કોઈ પણ ઉપર હાવી થઈ જાય છે, ક્યારેક યોગ્ય રીતે તો ક્યારેય ખરાબ રીતે. પરંતુ જો તમારી નિયત અને નીતિ સારી હશે, તમારી દાનત ખરાબ નહીં હોય તો અને જો ફિલ્મ ઇમાનદારીથી બનાવી હશે તો તમારે બીજા લોકો વિશે વિચારવાની જરૂર નથી. દરેક વ્યક્તિ શું ઇચ્છે છે તે હું ક્યારેય સમજી શકવાનો નથી.

હું એવું જ બનાવી શકીશ, જે મને ગમે છે, તમે એ રીતે તમારા વિકલ્પો ઘટાડી શકો છો. યોગીજી જેવું પાત્ર હોય તો મામલો જરા ગડબડ થઈ જાય છે. સેન્સર બોર્ડ વધુ સાવચેત થઈ જાય છે.”

પરેશ રાવલે આગળ સેન્સરના વાંધા વિશે કહ્યું, “કોર્ટે તેમના વકીલને પૂછ્યું, તમે ફિલ્મ જોઈ છે કે પછી તે જેના પરથી બની છે, તે પુસ્તક વાંચ્યું છે? તમારે પહેલાં તમારું કામ કરવાની જરૂર હતી.” એમણે એવું કર્યું નહોતું. ખબર નહીં કેમ, પણ સમજાતું નથી કે એ લોકો આવું કેમ કરતા હશે.”SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.