રણવીર સિંહ ‘ધુંઆધાર’નું શૂટ પૂરું કરી જાન્યુઆરીમાં ‘ડોન ૩’ શરૂ કરશે

મુંબઈ, રણવીર સિંહની આદિત્ય ધર સાથેની ફિલ્મ ‘ધુંઆધાર’નું શૂટિંગ પૂર જોશમાં ચાલે છે. રણવીર ફરી એક વખત આ ફિલ્મમાં ગંભીર રોલમાં જોવા મળશે. હવે એવા અહેવાલો છે કે આ ફિલ્મનું કામ પૂરું થવાની તૈયારીમાં છે.
હાલ ટીમનું આયોજન ૧૫ ઓક્ટોબર સુધીમાં બધું શૂટિંગ પૂરું કરવાનું છે.હાલ ‘ધુરંધર’નું શૂટિંગ પૂર જોશથી ચાલી રહ્યું છે, રણવીર સિંહ ઓક્ટોબરના પહેલા અઠવાડિયામાં રણવીર સિંહ તેનું બધું જ શૂટ પૂરું કરી દેશે.
ફિલ્મની અન્ય કાસ્ટ બાકીના ૧૦ દિવસ આગળનું શૂટ કરશે અને ૧૫ ઓક્ટોબર સુધીમાં શૂટ થઈ જશે. આ જ સાથે ફિલ્મનું એડિટીંગ પણ સમાંતર ચાલી રહ્યું છે.
ફિલ્મનું લગભગ ૬૦ ટકા એડિટીંગ પણ થઈ ચૂક્યું છે. એવી અપેક્ષા છે કે કેટલાક ટેન્કિકલ સુધારા-વધારા સિવાય મોટા ભાગનું કામ ઓક્ટોબરના અંત સુધીમાં થઈ જશે અને ફિલ્મની પહેલી કોપી તૈયાર થઈ જશે.
હવે પોસ્ટ પ્રોડક્શનની ટીમ ૫ ડિસેમ્બરે ‘ધુરંધર’ રિલીઝ કરવાની પુરી તૈયારીમાં છે. એવા અહેવાલો છે કે રણવીર સિંહ ઓક્ટોબરના અંતમાં જ ‘ડોન ૩’ની તૈયારીઓ શરૂ કરી દેશે.
કારણ કે તે જાન્યુઆરીમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવા માગે છે. તે પરહાન અખ્તર સાથે સ્ક્રિપ્ટ વાંચવાની શરૂ કરી દેશે. સાથે જ તે એક્શન ટીમ સાથે પણ કામ શરૂ કરી દેશે. કારણ કે આ ફિલ્મમાં રણવીરે ઘણી એક્શન અને ફાઇટિંગ સીન પણ કરવાના છે. આ ફિલ્મ માટે ભારત બહાર પણ વિવિધ સ્થળે શૂટિંગ કરવાનું છે. તો યુરોપ સહીત વિવિધ સ્થળો પર શૂટિંગ થશે.
આ ફિલ્મમાં રણવીર સાથે ક્રિતિ સેનન પણ છે. ફિલ્મ માટે ફરહાન અખ્તરે જાણીતા એક્શન ડિરેક્ટરને પણ સાથે લીધા છે, કારણ કે ફરહાન આ ફિલ્મ જેમ્સ બોન્ડ પ્રકારની બનાવવા માગે છે.SS1MS