બોલિવૂડના પ્રખ્યાત સિંગર ઝુબિન ગર્ગનું ૫૨ વર્ષની વયે દુઃખદ નિધન

સિંગાપુરમાં સ્કૂબા ડાઈવિંગ કરતા હતા ત્યારે દુર્ઘટના સર્જાઈ
(એજન્સી)નવી દિલ્હી,બોલિવૂડના પ્રખ્યાત સિંગર ઝુબિન ગર્ગનું ૫૨ વર્ષની વયે દુઃખદ નિધન થયું છે. તેઓ સિંગાપુરમાં હતા અને ત્યાં તેઓ સ્કૂબા ડ્રાઈવિંગ કરી રહ્યા હતા તે સમયે આ અકસ્માત થયો અને તેઓ કાયમ માટે આ દુનિયાને અલવિદા કહીને જતા રહ્યા છે. ઝુબિન ગર્ગે બોલિવૂડમાં ઘણા ગીતો ગાયા હતા.
જેમાં ગેંગસ્ટર ફિલ્મનું ગીત યા અલી તેમના પ્રખ્યાત ગીતો પૈકીનું એક ગીત છે. તેમના નિધનને લઈને આજે બોલિવૂડને મોટી ખોટ પડી છે તેવું કહી શકાય.
અસમના કેબિનેટ મંત્રી અશોક સિંઘલ દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને તેમના નિધનની પુષ્ટિ કરવામાં આવી છે. તેમણે કહ્યું અમારા પ્રિય ઝુબિન ગર્ગનું સમય પહેલા નિધન થવા પર ઘણું દુઃખ થયું છે.
અમે ના માત્ર તેમનો અવાજ નથી ગુમાવ્યો તેઓ અમારા ધબકારા હતા. ઝુબિન માત્ર એક ગાયક ન હતા પરંતુ તેઓ દેશનું ગૌરવ હતા. તેમના ગીતોએ આપણી સંસ્કૃતિને દુનિયાના ખૂણે ખૂણે પહોંચાડી.તેમના પરિવાર પ્રત્યે મારી સંવેદના છે. ઈશ્વર તેમની આત્માને શાંતિ આપે અને તેમની વિરાસત હંમેશા પ્રેરણા આપતી રહે. ઓમ શાંતિ.