અમેરિકન પોલીસે ભારતીય એન્જિનિયરની ગોળી મારી હત્યા કરી

(એજન્સી)વોશિંગ્ટન,અમેરિકાના કેલિફોર્નિયાના સાંતા ક્લારામાં પોલીસે તેલંગાણાના એક ભારતીય મૂળના વ્યક્તિની ગોળી મારીને હત્યા કરી છે. મૃતકની ઓળખ ૩૦ વર્ષીય મોહમ્મદ નિજામુદ્દીનના રૂપમાં થઇ છે.મળતી માહિતી અનુસાર, નિજામુદ્દીનનો ૩ સપ્ટેમ્બરે તેના રૂમમેટ સાથે ઝઘડા બાદ પોલીસે ગોળી મારીને હત્યા કરી હતી. એક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે તેના પરિવારે નસ્લીય ભેદભાવનો આરોપ લગાવ્યો છે, માટે તેમણે ઘટનાની તપાસની માંગ કરી છે.
મૃતકના પિતા મોહમ્મદ હસનુદ્દીને વોશિંગ્ટન ડીસી સ્થિત ભારતીય દૂતાવાસ અને સેન ફ્રાન્સિસ્કો સ્થિત ભારતીય મહાવાણિજ્ય દૂતાવાસને લખેલા પત્રમાં જણાવ્યું કે ૧૮ સપ્ટેમ્બરે તેમણે પોતાના પુત્રના મોતની જાણ થઇ હતી. બાદમાં તેમણે વિદેશ મંત્રી એસ જયશંકરને પોતાના પુત્રના પાર્થિવ શરીરને મહેબૂબનગર પરત લાવવામાં મદદનો અનુરોધ કર્યો હતો.
મૃતકના પિતાએ કહ્યું કે, તેમણે નિજામુદ્દીનના એક મિત્રએ ઘટના વિશે જાણકારી આપી હતી. નિજામુદ્દીનના પિતાએ કહ્યું કે આજે સવારે મને ખબર પડી કે (નિજામુદ્દીન)ને સાંતા ક્લારા પોલીસે ગોળી મારી છે અને તેનો પાર્થિવ શરીર કેલિફોર્નિયાની સાંતા ક્લારાની કોઇ હોસ્પિટલમાં છે. નિજામુદ્દીનના પિતાએ વિદેશ મંત્રી એસ જયશંકરને પત્ર લખતા કહ્યું કે મને નથી ખબર કે પોલીસે મારા પુત્રને કેમ ગોળી મારી હતી.