Western Times News

Gujarati News

ફાર્મહાઉસમાંથી હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ ઝડપાઈ, કોંગ્રેસ કોર્પોરેટરના પતિ સહીત ૧૨ ઝડપાયા

(એજન્સી)અમદાવાદ,અમદાવાદ જીલ્લાના બગોદરા પોલીસ સ્ટેશનના હદવિસ્તારમાં હાઈ-પ્રોફાઈલ દારૂની મહેફિલ પર પોલીસે દરોડો પાડી ૧૨ વ્યક્તિઓની ધરપકડ કરી છે. આમાં બાવળાના કોંગ્રેસ કોર્પોરેટર કોમલબા ડાભીના પતિ અને કોંગ્રેસ કાર્યકર્તા મયુરધ્વજ અજીતસિંહ ડાભી પણ સામેલ છે. ઘટના કાણોતર ગામની સીમમાં આવેલા ગોરાણી ફાર્મહાઉસ પર બની, જ્યાં આ લોકો દારૂની મહેફિલ માણી રહ્યા હતા.પોલીસને બાતમી મળતાં તેઓએ તાત્કાલિક રેડ કરી અને ૧૨ આરોપીઓને ઝડપી પાડ્‌યા. ઘટનાસ્થળેથી ૩ દારૂની બોટલ, ૧૬ મોબાઈલ ફોન અને ૬ લક્ઝરી વાહનો જપ્ત કરાયા, જેનું કુલ મૂલ્ય ૩૫ લાખ ૮૭ હજાર ૫૫૦ રૂપિયા છે.

દારૂ ની મહેફિલ માણતા ઝડપાયેલ આરોપીઓ

હરદીપસિંહ અજીતસિંહ પઢેરીયા રહે ઉમિયા પાર્ક સોસાયટી બાવળા મૂળ ‘ ઢેઢાલ ગામ,

મયુરધ્વજ અજીતસિંહ ડાભી રહે . સાર્થક સોસાયટી બાવળા, બાવળા નગરપાલિકાના કોંગ્રેસ પક્ષ ના કાઉન્સિલર કોમલબા ડાભીના પતિ,

મહેન્દ્રસિંહ ભીખુભાઈ નકુમ -સાઈનાથ સોસાયટી બાવળા,

ગૌરવસિંહ દિલીપસિંહ પરમાર -દેના બેન્ક સામે ભાયલા ગામ,

જયદીપસિંહ સુખદેવસિંહ વાઘેલા -કૈલાશ પાર્ક સોસાયટી બાવળા,

રીકીન હસમુખભાઇ ઠક્કર – નીલહર્ષ સોસાયટી અંજલી ચાર રસ્તા પાલડી અમદાવાદ,

કેશરીસિંહ ખુમાનસિંહ પઢેરીયા કમલ નયન સોસાયટી બંગલા નંબર ૧૧ બોપલ,

અશોક સુરેન્દ્રભાઈ ઠક્કર – જવાહર નગર સોસાયટી બાવળા,

સંજયસિંહ ગંભીરસિંહ પરમાર -શિવાલય ટેનામેન્ટ બોપલ અમદાવાદ,

રાજેન્દ્રસિંહ નટુભા રાઠોડ – રામજી મંદિર પાછળ બાવળા,

નવીનભાઈ ઘનશ્યામભાઈ ઠક્કર -ઇન્દ્રપ્રસ્થ સોસાયટી બાવળા,

હર્ષદ કનૈયાલાલ ઠક્કર -જવાહર નગર ધોળકા રોડ બાવળા,

બગોદરા પોલીસે તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી શરૂ કરી છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.