સિયાચીનમાં પારો માઇનસ ૨૬- ભારતીય જવાનનુ મોત
દહેરાદુન: સિયાચીનમાં માઇનસ ૨૬ ડિગ્રીમાં તૈનાત ભારતીય જવાનનુ મોત થયુ છે. ઉત્તરાખંડના નિવાસી રમેશ બહુગુણાનુ સિયાચીન સેક્ટરમાં ફરજ વેળા મોત થયુ છે. રમેશ બિમાર થયા બાદ તેમને ચંગીગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. બહુગુણા મહાર રેજિમેન્ટના જવાન તરીકે હતા. સાથે સાથે ટિહરી જિલ્લાના ચંબા ક્ષેત્રમાં સબલી ગામના નિવાસી હતા. જવાનના પરિવારના સભ્યોનુ કહેવુ છે કે જારદાર ઠંડી અને ઓક્સીજનની કમીના કારણે રમેશ બિમાર થઇ ગયા હતા. ૩૮ વર્ષીય જવાનના પરિવારમાં તેમના પÂત્ન અને બે બાળકો છે જે રિશિકેશમાં રહે છે. બહુગુણા વર્ષ ૨૦૦૨માં સેનામાં સામેલ થયા હતા.
તેમના ભાઇ દિનેશ દત્ત બહુગુણાએ કહ્યુ છે કે સિયાચીનમાં ભયંકર ઠંડી પડી રહી છે. જવાનના અંતિમસંસ્કાર રિશિકેશમાં પૂર્ણાનંદ ઘાટ પર કરવામાં આવ્યુ હતુ. ૩૧મી જાન્યુઆરીના દિવસે આરોગ્ય સંબંધિત તકલીફ કર્યાની ફરિયાદ બાદ બહુગુણાને ચંદીગઢ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તમામ લોકો જાણે છે કે દુર્ગમ વિસ્તાર અને વધારે ઉંચાઇ હોવાના કારણે જમ્મુ કાશ્મીરમાં સ્થિત સિયાચીન સેક્ટરમાં તૈનાત જવાનોની ફરજ સૌથી વધારે મુશ્કેલ ગણવામાં આવે છે. બહુગુણા ગયા વર્ષે ત્યાં તૈનાત કરવામાં આવ્યા હતા.