Western Times News

Gujarati News

iPhone17ની હાઇ-ડિમાન્ડને જોઈને એપલે પ્રોડક્શનમાં વધારો કરવાનો નિર્ણય લીધો

આઇફોન ૧૭ના પ્રો કરતાં બેસિક વર્ઝન માટે યુઝર્સનો વધતો ઈન્ટરેસ્ટ

નવી દિલ્હી,  એપલ દ્વારા હાલમાં જ આઇફોન ૧૭ની હાઇ-ડિમાન્ડને જોઈને પ્રોડક્શનમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એપલ દ્વારા આઇફોન ૧૭ લોન્ચ કર્યા બાદ એની પ્રી-બુકિંગ શરૂ કરવામાં આવ્યું હતું. આ બુકિંગ એપલના ધારવા કરતાં ખૂબ જ વધુ હતું. તેમ જ આઇફોનની ડિલિવરી શરૂ કરવામાં આવતાં એને ખૂબ જ સારો રિસ્પોન્સ મળી રહ્યો છે. આથી એપલ દ્વારા એનું પ્રોડક્શન વધારવા માટે કહેવામાં આવ્યું છે. આ માટે લક્સશેરને તેમના આઉટપુટમાં ૪૦ ટકાનો વધારો કરવા માટે કહી દેવામાં આવ્યું છે. તેમ જ અન્ય સપ્લાયરને પણ ૩૦ ટકા વધારો કરવા માટે કહેવામાં આવ્યું છે.

આઇફોન ૧૭ તેના પ્રો વર્ઝનની સરખામણીએ વધુ ડિમાન્ડમાં છે. એક સમય હતો જ્યારે પ્રો વર્ઝનના કેમેરા અને સ્ક્રીન બન્ને ખૂબ જ સારા હતા. જોકે હવે આઇફોન ૧૭માં પણ એ ફીચર આપી દેવાથી યુઝર્સ મોંઘો મોબાઇલ લેવા કરતાં બેસિક આઇફોન ખરીદવાનું પસંદ કરી રહ્યાં છે.

એક સમયે હતો જ્યારે એપલ તેના યુઝર્સને પ્રો મોડલ્સ ખરીદવા માટે પ્રેરિત કરતું હતું. જોકે હવે પ્રો મોડલની કિંમત એટલી વધી ગઈ છે કે એપલ પણ હવે સસ્તા આઇફોનની વધુ ડિમાન્ડનો સામનો કરી રહ્યું છે.

એપલ દ્વારા આઇફોન ૧૭નું પ્રોડક્શન વધારવામાં આવ્યું છે એ તેમની સ્ટ્રેટેજી હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એપલ તેના વાર્ષિક પ્રોડક્શન પર ધ્યાન આપી રહ્યું છે. એપલને એ ખબર છે કે તેના પ્રો વર્ઝન આજે નહીં તો કાલે વેંચાવાના છે, પરંતુ તે બેસિક મોડલને હાલમાં વધુ મહત્ત્વ આપી રહ્યું છે. એપલ ઇચ્છે છે કે તેના ટોટલ પ્રોડક્શનના ૨૫ ટકા આઇફોન ૧૭ હોય, ૬૫ ટકા આઇફોન ૧૭ પ્રો અને પ્રો મેક્સ હોય તેમ જ બાકીના ૧૦ ટકા આઇફોન એર હોય.

એપલ છેલ્લા ઘણાં સમયથી માર્કેટમાં સ્ટ્રગલ કરી રહ્યું છે. એક્સપર્ટ અનુસાર એપલ છેલ્લાં ઘણાં સમયથી કોઈ નવું મોડલ અથવા તો ડિઝાઇન અથવા તો મેજર અપડેટ નથી લાવી રહ્યું. તેમ જ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં પણ એપલ ખૂબ જ પાછળ છે. એપલ ફક્ત નાના-નાના બદલાવ કરી રહ્યું છે. કેમેરા અને પ્રોસેસરમાં બદલાવ કરવામાં આવી રહ્યાં છે એ સિવાય કોઈ મોટી અપગ્રેડ ન હોવાથી એના સેલિંગ પર અસર પડી રહી છે. જોકે આઇફોન ૧૭ની ડિમાન્ડને કારણે એપલ માર્કેટમાં ટકી રહેશે અને એનું પ્રોફિટ થશે એવું એક્સપર્ટનું માનવું છે. જોકે પ્રો વર્ઝન જોઈએ એટલાં ડિમાન્ડમાં નહીં રહશે એવું પણ તેમને લાગી રહ્યું છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.