બસ ડ્રાઈવરની મનમાનીથી બે વિદ્યાર્થિનીઓ ચાલુ બસે કૂદી

પ્રતિકાત્મક
(પ્રતિનિધિ) વિરપુર, વિરપુર દેસાઈ સી એમ હાઇસ્કૂલના ધોરણ નવમાં અભ્યાસ કરતી જોધપુર ગામ ની બે વિધાર્થિનીઓ શાળા ના અભ્યાસ સમય પૂર્ણ થતા શાળા થી પોતાના ઘરે જવા માટે રોજિંદા નિત્યક્રમ પ્રમાણે વિરપુર બસ સ્ટેશન આવી બાલાસિનોર જતી બસ માં બેઠી હતી તેઓને બાલાસિનોર વાયા ધોરી ડુંગરી , પરબિયા થઈ જતી બસમાં બેસવાનું હોય પરંતુ આ બસ વાયા કડાછલા જતી હોવાનું નુરપુર થી બસ આગળ નીકળતા સમજાયુ જેથી
તેઓએ ડ્રાઈવર પાસે જઈ વિનંતી કરી કે હમારે જોધપુર જવાનું હોય તમે અહીંયા બસ ઉભી રાખો અમારે ઉતારવાનું છે આવી વિનંતી બે ત્રણ વારની કર્યા બાદ પણ ડ્રાઈવરે બસ ઉભી ન રાખતા અને બસ આગળના બસ સ્ટોપ સિવાય ઊભી નહીં રહે તેમ કડકાઈથી કહેતા ડરી ગઈ હતી અને આખરે સરસ્વતી ગણપતસિંહ પરમાર નામની વિધાર્થીનીએ ચાલુ બસે કૂદી પડી હતી
આ દ્રશ્ય જોતા ગભરાઈ ગયેલ તેની ગામની અને તેની ક્લાસમાં ભણતી તેની સહેલી અનિતા અરવિંદભાઈ પરમારે પણ પડતું મૂક્યું આમ બસ ડ્રાઈવર ની મન માનીએ ગભરાઈ ગયેલ બંને વિધાર્થીની અકસ્માત નો શિકાર બની ચાલુ બસે કૂદી પડેલ બે વિધાર્થિનીઓ ને જોતા ત્યાંથી પસાર થઈ રહેલ ફોર વ્હીલ ચાલકે બંને વિદ્યાર્થિની ને તુરંત વિરપુર સરકારી દવાખાને સારવાર અર્થે લાવવામાં આવી હતી ઘટના ની જાણ થતા વિરપુર દેસાઈ સી એમ હાઇસ્કૂલ માં ફરજ બજાવતા
આ બંને વિધાર્થીની ના ક્લાસ ટીચર પ્રિન્સીપાલ સહિત ના સ્ટાફ અને વિરપુર પી આઈ પીએસ આઈ સહિત નો પોલીસ કાફલો તુરંત વિરપુર સરકારી દવાખાને દોડી આવ્યા હતા અને એક વિધાર્થિની ના વાલી આવી પહોંચ્યા હતા જ્યારે બીજા નો સંપર્ક કરી બોલાવ્યા હતા જ્યારે તબીબ દ્વારા ચેક કરતા બંને છોકરીઓ ને શરીરે ઓછાવત્તી ઇજા પામેલ હતી
જેથી માથા અને અન્ય આંતરિક ઇજા હોવાની શંકાએ વધુ ચેકઅપ કરવા તેઓના વાલી ને બહાર લઈ જવા સૂચવ્યું હતું. જ્યારે આ ઘટના ની જાણ થતા બસ તેમજ અન્ય વાહનો માં અવર જવર કરતા વિધાર્થીઓના તમામ વાલીઓ ચિંતા માં મુકાયા હતા અને આવા ડ્રાઈવર તેમજ વાહન ચાલકો સામે શિક્ષાત્મક પગલા લેવાઈ તેવી આશા તંત્ર પાસે રાખી રહ્યા છે.