Western Times News

Gujarati News

લખનૌમાં શસ્ત્રોના પ્રદર્શનનું ઉદ્‌ઘાટન કરતા મોદી

લખનૌ: દુનિયાની સૌથી મોટી સંરક્ષણ પ્રદર્શની અથવા તો ડિફેન્સ એક્સ્પોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે પહોંચીને તમામ બાબતો અંગે માહિતી મેળવી હતી. ડિફેન્સ એક્સ્પો ૨૦૨૦માં પહોંચ્યા બાદ મોદીએ વિપક્ષ ઉપર પ્રહાર કર્યા હતા ને કહ્યું હતું કે, અગાઉની સરકારોએ ભારતને હથિયારોની આયાત કરનાર દેશ તરીકે બનાવીને અડચણો ઉભી કરી હતી

પરંતુ હવે હથિયારોના નિર્માણ બાદ નિકાસ પણ કરવામાં આવી રહી છે. એનડીએની સરકાર આવ્યા બાદ અમે મેક ઇન ઈન્ડિયા પર ભાર મુકી રહ્યા છીએ અને ભારત હવે હથિયારોની નિકાસ પણ કરે છે. તેમણે કહ્યું હતું કે, સ્વતંત્રતા બાદની સરકારોએ સંરક્ષણ ઉત્પાદનને વધારવાના બદલે આયાત ઉપર વધારે ભાર મુક્યો હતો.

આનાથી ભારત હથિયારોના નિર્માણ મામલે પાછળ રહી ગયું હતું. વર્ષ ૨૦૧૪માં એનડીએની સરકાર આવ્યા બાદથી હથિયારોના નિર્માણને પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. સ્થાનિક સ્તર પર અતિઆધુનિક હથિયારો તૈયાર થઇ રહ્યા છે. ઉત્તરપ્રદેશના પાટનગર લખનૌમાં આયોજિત ડિફેન્સ એક્સ્પો ૨૦૨૦નું ઉદ્‌ઘાટન કર્યા બાદ વડાપ્રધાને કહ્યું હતું કે, ડિફેન્સ મેન્યુફેક્ચરિંગના ક્ષેત્રમાં ભારત ઘણા વર્ષો સુધી મુખ્ય શક્તિ પૈકી એક તરીકે છે

પરંતુ સ્વતંત્રતા બાદ અમે પોતાની તાકાતને ગંભીરતાપૂર્વક ધ્યાનમાં લઇ શક્યા ન હતા. નીતિ અને રણનીતિ આયાત ઉપર કેન્દ્રિત થઇ ગઇ હતી. દુનિયાની સૌથી મોટી વસતી ધરાવનાર અને દુનિયાની બીજી સૌથી મોટી સેના અને દુનિયામાં સૌથી મોટા અર્થતંત્ર તરીકેની સ્થિતિ  હોવા છતાં આયાત ઉપર ધ્યાન કેન્દ્રિત કરાયું હતું પરંતુ હવે આયાત ઉપર આધારિત રહી શકાય નહીં. પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના વિઝન ઉપર આગળ વધીને ભારતે અનેક સંરક્ષણ ઉત્પાદનોના નિર્માણમાં તેજી લાવી છે.

૨૦૧૪ સુધી ૨૧૭ ડિફેન્સ લાયસન્સ અપાયા હતા. છેલ્લા પાંચ વર્ષમાં આ સંખ્યા ૪૬૦ સુધી પહોંચી ગઈ છે. એટલે કે બે ગણી કરતા પણ વધારે થઇ ગઇ છે. આતંકવાદ આજે દુનિયામાં સૌથી મોટા પડકાર તરીકે છે. ટેકનોલોજીનો ખોટો ઉપયોગ ન થાય તે માટે પણ ધ્યાન આપવાની જરૂર છે. મોદીએ એક પછી એક અનેક નિશાન કોમ્પ્યુટરથી ચાલનાર રાયફલ મારફતે લગાવ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.