USAની એક કંપનીને 5189 H1B વીઝાની મંજૂરી મળી, પરંતુ 16 હજાર અમેરિકન કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂક્યા

યુએસની કંપનીઓએ 40 હજારથી વધુ આઈટી પ્રોફેશનલ્સને નોકરીમાંથી કાઢ્યા
બીજી એક કંપનીને 1698 H1B વીઝાની મંજૂરી મળી, જ્યારે આ કંપનીએ ઓરેગનમાં 2400 અમેરિકન કર્મીઓને જુલાઈમાં નોકરીમાંથી કાઢી મૂક્યા
વોશિંગ્ટન, અમેરિકામાં એચ-૧બી વીઝાને લઈને મોટો વિવાદ સામે આવ્યો છે. વ્હાઇટ હાઉસે દાવો કર્યાે છે કે કેટલીયે અમેરિકન કંપનીઓએ આ વર્ષે ૪૦૦૦૦થી વધુ અમેરિકી ટેક વર્કર્સને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા અને તેમના સ્થાને વિદેશી કર્મચારીઓ, ખાસ કરીને એચ-૧બી વીઝા ધરાવનારાઓને નોકરી આપી છે.
વ્હાઇટ હાઉસે કહ્યું કે આ પગલાથી અમેરિકાના યુવાનોમાં સાયન્સ, ટેકનોલોજી, એન્જિનિયરિંગ અને મેથ્સ (STEM) કેરિયર તરફનું આકર્ષણ ઘટી રહ્યું છે અને આ બાબત અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો બની શકે છે.
વ્હાઈટ હાઉસ તરફથી જાહેર કરાયેલી ફેક્ટ શીટ અનુસાર, એક કંપનીએ 5189 એચ-૧બી વીઝાની મંજૂરી મળી, પરંતુ આ કંપનીએ ચાલું વર્ષમાં 16000 અમેરિકન કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યા છે. એટલે કે અંદાજીત એક H1B વિઝા પર આવેલા કર્મચારીની સામે ત્રણ અમેરિકન કર્મચારીને હાંકી કાઢવામાં આવ્યા.
બીજી એક કંપનીને ૧૬૯૮ એચ-૧બી વીઝાની મંજૂરી મળી, જ્યારે આ કંપનીએ ઓરેગનમાં ૨૪૦૦ કર્મીઓને જુલાઈમાં નોકરીમાંથી કાઢી મૂક્યા. ત્રીજી એક કંપનીને ૨૦૨૨થી હમણાં સુધી ૨૭૦૦૦ અમેરિકન કર્મચારીઓને કાઢી મૂક્યા, જ્યારે આ કંપનીને આ સમયગાળા દરમિયાન ૨૫૦૭૫ એચ-૧બી વીઝા મળ્યા હતા.
એક અન્ય કંપનીએ ફેબ્રુઆરીમાં ૧૦૦૦ અમેરિકન કર્મચારીઓની નોકરી છીનવી લીધા, જ્યારે આ કંપનીને ૧૧૩૭ એચ-૧બી વીઝાની મંજૂરી આપવામાં આવી હતી.
આ સાથે વ્હાઇટ હાઉસે એવો પણ ખુલાસો કર્યાે કે કેટલીક વાર અમેરિકન કર્મચારીઓને ગુપ્ત કરાર અંતર્ગત વિદેશી રિપ્લેસમેન્ટને ટ્રેનિંગ આપવા માટે મજબૂર કરવામાં આવ્યા.આ વિવાદની વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જાહેરાત કરી કે હવે કંપનીઓએ દરેક નવા એચ-૧બી વીઝા માટે ૧ લાખ ડોલર(લગભગ ૮૮ લાખ રૂપિયા) એકવાર આપવા પડશે.
આ નિર્ણય એચ-૧બી પ્રોગ્રામનો દુરુપયોગ રોકવાનો, અમેરિકાના કર્મીઓને પગાર ઘટાડાથી બચાવવા અને રાષ્ટ્રીય સુરક્ષાને મજબૂત કરવા માટે લેવામાં આવ્યો છે.
આ ત્વરિત ટેક્સનો નિર્ણય એચ-૧બી વીઝા અરજી પર લાગુ થશે. જોકે, પહેલાથી જાહેર કરાયેલા વીઝા અને તેના નવીનીકરણ પર તેની કોઈ અસર પડશે નહીં. આ નિયમ ૨૧મી સપ્ટેમ્બરથી લાગુ થશે.
નાણાકીય વર્ષ 2025 માટે યુએસ સિટિઝનશિપ એન્ડ ઇમિગ્રેશન સર્વિસીસ (USCIS) ના ડેટાના આધારે, 5,189 H-1B વિઝા મંજૂરીઓ મેળવનાર યુએસ ટેક કંપની માઇક્રોસોફ્ટ છે.
વ્હાઇટ હાઉસની ફેક્ટ શીટ અને વિવિધ સમાચાર આઉટલેટ્સના અહેવાલો અનુસાર, માઇક્રોસોફ્ટ 2025 માં H-1B વિઝા મેળવનારા ટોચના દેશોમાં સૂચિબદ્ધ છે, જેણે 5,189 મંજૂરીઓ મેળવી છે. આ સૂત્રો એમ પણ જણાવે છે કે આટલી મંજૂરીઓ ધરાવતી કંપની એક સાથે નોંધપાત્ર સંખ્યામાં અમેરિકન કામદારોને છટણી કરી રહી હતી, કેટલાક અહેવાલો અનુસાર આશરે 16,000 યુએસ કર્મચારીઓનો આંકડો ટાંકવામાં આવ્યો છે. SS1MS