Western Times News

Gujarati News

અમદાવાદને એક ઓલિમ્પિક કક્ષાનું શહેર બનાવવું સૌ નાગરિકો માટે પણ ગર્વની બાબતઃ અપૂર્વ શાહ

JITO, GCCI તેમજ  CREDAI, અમદાવાદ (GIHED) દ્વારા સંયુક્ત રીતે “અમદાવાદ રિયલ એસ્ટેટ કોન્ક્લેવ 2025 નું” થયેલ આયોજન.

Ahmedabad, GCCI એ, JITO અમદાવાદ ચેપ્ટર દ્વારા શનિવાર, તારીખ 20 સપ્ટેમ્બર, 2025 ના રોજ વીર સાવરકર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ, નારણપુરા, અમદાવાદ ખાતે “ઘી વર્લ્ડસ લાર્જેસ્ટ સ્પોર્ટ્સ ઇવેન્ટ ફોર ઘી ઇન્ડસ્ટ્રી” થીમ પર આયોજિત “અમદાવાદ રિયલ એસ્ટેટ કોન્ક્લેવ 2025” મેગા ઈવેન્ટમાં સંયુક્ત આયોજક તરીકે ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં CREDAI, અમદાવાદ (GIHED) પણ સંયુક્ત આયોજક તરીકે જોડાયા હતા.

આ કાર્યક્રમનો હેતુ અમદાવાદના ઓલિમ્પિક સ્તરની વિશ્વકક્ષાની રમતગમત સુવિધાઓ ધરાવતા શહેર તરીકે પ્રસ્થાપિત થયાની ઉજવણીનો હતો.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતા GCCI ના ઉપપ્રમુખ શ્રી અપૂર્વ શાહે નોંધ્યું હતું કે પ્રસ્તુત કોન્ક્લેવ અમદાવાદને વિશ્વ કક્ષાના રમતગમત શહેર તરીકે ઉભરી રહ્યું છે તેની ઉજવણી કરે છે. તેઓએ અમદાવાદના અગ્રણી રિયલ એસ્ટેટ ઉદ્યોગકારોને શહેરને અન્ય વિકસિત રાષ્ટ્રના સર્વશ્રેષ્ઠ શહેરોની સમકક્ષ બનાવવા માટેની તેમજ શહેરમાં વિશ્વ કક્ષાના રમતગમત માળખાકીય સુવિધાઓ બનાવવાની પ્રતિબદ્ધતા માટે અભિનંદન આપ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે અમદાવાદ શહેરનું એક ઓલિમ્પિક કક્ષાનું શહેર બનવું સૌ નાગરિકો માટે પણ ગર્વ તેમજ આનંદની બાબત બની રહેશે.

સેવી ગ્રુપ QCIના ચેરમેન શ્રી જક્ષય શાહે તેઓના કી નોટ સંબોધનમાં, વર્લ્ડ હેરિટેજ સિટી, અમદાવાદમાં વિશ્વ કક્ષાની રમતગમત સુવિધાઓના વિકાસ માટે કરવામાં આવી રહેલા વિવિધ મહત્વકાંક્ક્ષી પ્રયાસોનું વિહંગલોકન પ્રસ્તુત કર્યું હતું. તેઓએ “વિકસિત ભારત 2047 રાષ્ટ્રની આકાંક્ષા – ગુજરાતની જવાબદારી” અને અમદાવાદના “વારસાથી ઉંચા ઉદય સુધી” વિકાસ વિશે વિચારો રજુ કર્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે રૂપિયા 2 લાખ કરોડ થી વધુ રકમના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ટેન્ડર ફાળવવામાં આવશે. તેઓએ “RISE” થીમ નો ઉલ્લેખ કરતા “Readiness, Integration, Sustainability તેમજ Execution પર ભાર મૂક્યો હતો.

JITO અમદાવાદ વતી યુનિસ્પેસ ગ્રુપના ચેરમેન શ્રી સિદ્ધાર્થ બગડિયાએ સભાને સંબોધન કર્યું અને વેપાર અને ઉદ્યોગને સશક્ત બનાવવા માટે JITO ની પ્રતિબદ્ધતાનો ઉલ્લેખ કર્યો હતો.

પ્રાસંગિક પ્રવચન કરતા CREDAI અમદાવાદના પ્રમુખ અને સોમ ઇન્ફ્રાબિલ્ડના ચેરમેન શ્રી આલાપ પટેલે અમદાવાદના રિયલ એસ્ટેટ સમુદાયને ઓલિમ્પિક રેડી સિટી બનવાના અમદાવાદના મિશનને સમર્થન આપવા બદલ અભિનંદન આપ્યા હતા.

ગુજરાત સરકારના ઔડાના મુખ્ય સચિવ શ્રી ડી. પી. દેસાઈ દ્વારા મુખ્ય પ્રેઝન્ટેશન પ્રસ્તુત કરવામાં આવ્યું હતું. તેઓએ અમદાવાદને ઓલિમ્પિક રમતો માટે તૈયાર કરવા હાથ લેવામાં આવેલ અનેકવિધ વિકાસ પ્રોજેક્ટ્સની વિગતો રજૂ કરી હતી. તેમણે અમદાવાદમાં ગુજરાત રાજ્યના સ્પોર્ટ્સ અંગેના વિઝનને પ્રસ્તુત કર્યું હતું.

“ઓલિમ્પિક્સ સંબંધી ભવિષ્ય” વિષય પરની પેનલ ચર્ચા ખુબ રસપ્રદ બની રહી હતી. જેનું સંચાલન પાર્શ્વનાથ કોર્પોરેશનના ચેરમેન શ્રી ઋષભ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું અને શિવાલિક ગ્રુપના શ્રી ચિત્રક શાહ, બીસફલ ગ્રુપના શ્રી રાજેશભાઈ બ્રહ્મભટ્ટ, શ્રી પ્રણવ શાહ, નવરત્ન ગ્રુપ, શ્રી મનીષ શાહ, ટ્રુ વેલ્યુ ગ્રુપ, શ્રી શાન ઝવેરી, કોલેટેડ વેન્ચર્સ અને શ્રી એસ. કે. પટેલ, કાવ્યરત્ન ગ્રુપ આ ચર્ચા પેનલમાં ભાગ લીધો હતો. આ પ્રસંગે આયોજિત પ્રશ્નોત્તરી સત્ર પણ ખૂબ રસપ્રદ બની રહ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.