ગાઝા પર ઈઝરાયેલના હુમલામાં બાળકો સહિત ૪૦ વ્યક્તિનાં મોત

કૈરો, દુનિયાભરના કેટલાક દેશો અલગ પેલેસ્ટેનિયન રાજ્યની માગ કરી રહ્યા છે ત્યારે ઈઝરાયેલ દ્વારા ગાઝામાં વધુ એક વખત પ્રચંડ હુમલો કરવામાં આવ્યો છે. ઈઝરાયેલે ગત રાત્રે ગાઝા શહેર પર કરેલા હુમલામાં બાળકો સહિત ૪૦ લોકોના મોત થયા હતા. ઈઝરાયેલે છેલ્લા થોડા સમયથી ગાઝાનો સફાયો બોલાવવા જમીની હુમલાઓ આક્રમક બનાવ્યા છે.
શિફા હોસ્પિટલના આરોગ્ય અધિકારીઓના જણાવ્યા મુજબ, શનિવારે રાત્રે ઈઝરાયેલે શહેરના દક્ષિણમાં એક રહેણાક મકાન પર કરેલા હુમલામાં ૧૪ લોકોના મોત થયા હતા. હોસ્પિટલમાં કામ કરતા એક કર્મચારી, તેની પત્ની અને ત્રણ બાળકોનો પણ મૃતકોમાં સમાવેશ થયો હતો. ઈઝરાયેલ આ હુમલા અંગે કોઈ ટિપ્પણી કરી નહતી. ઈઝરાયેલ તેના બંધકોને મુક્ત કરાવવા માટે હમાસ પર હુમલાઓ વધારી રહ્યું હોવાનું જણાય છે.ઈઝરાયેલના હુમલાને પગલે ગાઝા સાથે સીઝફાયરની સંભાવના ધૂંધળી જણાઈ રહી છે.
સોમવારે સંયુક્ત રાષ્ટ્રની સાધારણ સભા યોજાઈ રહી છે તે અગાઉ પશ્ચિમી દેશો અલગ પેલેસ્ટેનિયન રાજ્યની માન્યતા માટે તૈયારી કરી રહ્યા છે. યુકે, ળાન્સ, કેનેડા, માલ્ટા, બેલ્જિયમ અને લકઝ્મબર્ગ તેમાં સામેલ છે.
ઈઝરાયેલ શનિવારના હુમલામાં હમાસના સ્નાઈપર માજીદ અબુ સેલ્મિયાને ઠાર કર્યાે હોવાનો દાવો કર્યાે હતો. માજીદ ગાઝાની સિફો હોસ્પિટલના ડાયરેક્ટર ડો. મોહમ્મદ અબુ સેલ્મિયાનો ભાઈ હતો. ડો. મોહમ્મદે ઈઝરાયેલના આ આક્ષેપોને જૂઠા ગણાવ્યા હતા. તેમના મતે માજીદને તીવ્ર તનાવ, ડાયાબીટીઝ સહિત અન્ય બીમારી હતી.
ગાઝામાંથી લોકોને વિસ્થાપિત થવાની ફરજ પાડવામાં આવી રહી છે અને લાખો લોકોને શહેરના દક્ષિણ ભાગમાં માનવતાવાદી ક્ષેત્રમાં જવા જણાવાઈ રહ્યું છે. ગાઝાના સ્થાનિકોના બળપૂર્વક પલાયનની પોપ લીઓ ચૌદમાંએ ટીકા કરી હતી અને શાંતિ માટે અપીલ કરી હતી.SS1MS