હું બ્રાહ્મણ છું, અમને અનામત મળી નથી, આ ભગવાનનો મોટો ઉપકાર છેઃ ગડકરી

નવી દિલ્હી, મહારાષ્ટ્રમાં મરાઠા-ઓબીસી અનામતને લઈને રાજકીય વિવાદ માંડ શાંતિ પડ્યો છે. આ દરમિયાન કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ અનામતને લઈને મોટું નિવેદન આપ્યું છે.
ગડકરીએ કહ્યું કે, હું બ્રાહ્રણ જાતિમાંથી આવું છું, પરંતુ અમને અનામત મળી નથી, તેને ભગવાનનો સૌથી મોટો ઉપકાર માનું છું. ગડકરીએ આ નિવેદન નાગપુરમાં આયોજિત એક કાર્યક્રમમાં આપ્યું છે. જોકે, આ નિવેદન સોશ્યલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ ગયું છે.
આ સાથે તેમણે કહ્યું કે, હું હંમેશા મજાકમાં કહું છું કે મહારાષ્ટ્રમાં બ્રાહ્મણોનું કોઈ મહત્વ નથી, પરંતુ ઉત્તરપ્રદેશ અને બિહારમાં બ્રાહ્મણનું ખૂબ મહત્વ છે. હું એ વિસ્તારમાં જ્યાં પણ જાઉં છું ત્યાં દુબે, મિશ્રા, ત્રિપાઠી શક્તિાશાળી દેખાય છે.
જેવી રીતે અહીં મરાઠા જાતિ મહત્વપૂર્ણ છે. એમ ત્યાં(યુપી-બિહાર) બ્રાહ્મણ શક્તિશાળી છે. હું કહેવા ઈચ્છું છું કે જાતિમાં માનતો નથી. કોઈ વ્યક્તિ જાતિ, ધર્મ, ભાષાથી નહીં, પરંતુ ગુણોથી મહાન હોય છે. ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ઓબીસી આંદોલનને જોતા સરકારે ઓબીસી સમુદાયની કેબિનેટની પેટા-સમિતિની રચના કરી છે.
જેના કારણે ઓબીસી માટે વિકાસલક્ષી નિર્ણયો લીધા હાવાનો દાવો કરવામાં આવ્યો છે, આ પેટા-સમિતિ ઓબીસી કલ્યાણ માટે રાજ્ય સરકારની વિવિધ યોજના પર સ્ટડી કર્યા પછી સૂચનો કરશે, આ સમિતિમાં તમામ ઓબીસી સમુદાયના નેતા છે.SS1MS