Western Times News

Gujarati News

અરુણાચલ પ્રદેશમાં ૩.૨ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો

સિયાંગ, અરુણાચલ પ્રદેશમાં ભૂકંપનો આંચકો અનુભવાયો છે. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૩.૨ નોંધવામાં આવી હતી. ભૂકંપને કારણે કોઈ નુકસાન નથી થયું. અરુણાચલ પ્રદેશમાં આ પૂર્વે માર્ચ માસમાં ભૂકંપ આવ્યો હતો. રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્ર અનુસાર ભૂકંપ અરુણાચલ પ્રદેશના સિયાંગમાં આવ્યો હતો. સિયાંગના ઉપરના ભાગોને અસર થઈ હતી.

જ્યારે આ પૂર્વે ૧૪ માર્ચે અરુણાચલ પ્રદેશના પશ્ચિમ કામેંગમાં ૪.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. તેમજ ગત વર્ષે ૨૮ સપ્ટેમ્બરે તવાંગમાં ૪.૦ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.

તેમજ ૨૬ સપ્ટેમ્બર ૨૦૨૪ ના રોજ બસર નજીક પણ ૫.૭ ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે ગુજરાતના કચ્છમાં રવિવારે છ કલાકના સમયગાળામાં ભૂકંપના બે આંચકાઓ અનુભવાતાં સમગ્ર જિલ્લામાં ફફડાટ ફેલાયો હતો.

આ બંને ભૂકંપના આંચકાઓ અલગ અલગ ફોલ્ટ-લાઇનમાં અનુભવાયા હતા.સત્તાવાર મળતી વિગતો પ્રમાણે, આજે બપોરે ૧૨.૪૧ વાગ્યે રિક્ટર સ્કેલ પર ૩.૧નો ભૂકંપ નોંધાયો હતો.

આ ભૂકંપનું કેન્દ્રબિંદુ પૂર્વ કચ્છના ભચાઉથી ઉત્તર-ઉત્તર-પૂર્વ દિશામાં ૧૨ કિલોમીટરના અંતરે આવેલું હતું. જ્યારે બીજો ભૂકંપ૨.૬ની તીવ્રતાનો હતો. જેનું એપિસેન્ટર હેરિટેજ પ્રવાસધામ ધોળાવીરાથી ૨૪ કિલોમીટર દૂર હોવાનું જણાવાયું છે. ભૂકંપનો આ હળવો આંચકો આજે સવારે ૬.૪૧ મિનિટે અનુભવાયો હતો.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.