Western Times News

Gujarati News

‘આઉટ સાઈડર હોવાને કારણે મારી સાથે અન્યાય થયોં’: કગના રનૌત

મુંબઈ, એક્ટ્રેસ કંગના રણૌતે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઇનસાઇડર અને આઉટ સાઇડરની ડિબેટ શરૂ કરી દીધી છે, જેનો આજ સુધી કોઇ અંત આવ્યો નથી. આ ડિબેટ આગની જેમ ફેલાઈ ગઈ છે.

બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ઘણા એવા એક્ટર અને એક્ટ્રેસ ખાસ કરીને જે આઉટસાઇડર્સ છે, તેમણે પણ આ મુદ્દે પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. હાલની વેબ સીરિઝ ‘સ્પેશિયલ ઓપ્સ’ના એકટર મુઝમ્મિલ ઇબ્રાહિમે પણ પોતાનું નિવેદન આપ્યું હતું.

જણાવી દઈએ કે, મુઝમ્મિલ ઇબ્રાહિમને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એક દાયકાથી વધુ સમય થઈ ગયો છે, છતાં તેને ઇન્ડસ્ટ્રીમાં કોઇ ખાસ પ્રોજેક્ટ ઓફર થયા નથી. એક્ટરનું દર્દ છલકાયુંએક્ટર મુઝમ્મિલ ઇબ્રાહિમે ઇન્ડસ્ટ્રીમાં ઘણુ સ્ટ્રગલ કર્યું છે.

આજે પણ ઘણાં ઉતાર-ચઢાવ જોયા છે. મુઝમ્મિલે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, ‘બોલિવૂડના ફિલ્મમેકર્સ આઉટસાઇડર એક્ટરના પોટેન્શિયલ પર સવાલો ઉભા કરે છે. જે ભવિષ્યમાં સારા એક્ટર બની શકે છે.’

મુઝમ્મિલે વધુ જણાવ્યું કે, ‘જો તમે તમારા કામમાં ઘણા સારા અને અનુભવી છો તો તે તમને નીચે પડાવાની દરેક કોશિશ કરશે. તમને કંઇ આવડતું નથી એવી છબી પણ ઉભી કરશે. બોલિવૂડમાં સ્ટ્રગલ કરી રહેલા બધા એક્ટરે તે અનુભવ્યું છે. મેં કાર્તિક આર્યન, સુશાંત સિંહ રાજપૂતને પણ જોયો છે.

આ બંનેએ પણ ફેસ કર્યું છે. જે એક્ટરમાં પોટેન્શિયલ હોય છે તે જ આ બધુ ફેશ કરતાં હોય છે.’ કશ્મીર મોડલથી એક્ટર બનેલા મુઝમ્મિલે કોન્ટેસ્ટ જીત્યો હતો. ત્યારબાદ તે ઘણા હિટ મ્યૂઝિક વીડિયોમાં નજર આવશે. એક ઇન્ટરવ્યૂમાં મુઝમ્મિલે જણાવ્યું હતું કે, તેની પહેલી ફિલ્મનો અનુભવ ઘણો ટ્રોમેટિક રહ્યો હતો.

એક્ટર મુઝમ્મિલ ઇબ્રાહિમે ૨૧ વર્ષની ઉંમરે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ડેબ્યૂ કર્યું હતું. સેટ પર ઘણો ખરાબ માહોલ હતો. પૂજા ભટ્ટની ફિલ્મ ‘ધોખા’ વિશે વાત કરીએ તો મુઝમ્મિલે જણાવ્યું કે, ‘મેં ક્યારેય ટોક્સિક વાતાવરણને ફેસ કર્યું નથી.

મને ખરાબ શબ્દો સાંભળવાની આદત નથી. મારી માટે તે અનુભવ ખૂબ ટ્રોમેટિક રહ્યો હતો. આજે પણ મુઝમ્મિલ આ ટ્રોમાને ફેસ કરી રહ્યો છું.’ એક્ટર મુઝમ્મિલ ઇબ્રાહિમના વર્કફ્રન્ટની વાત કરીએ તો, રાખી સાવંત સાથે મ્યૂઝિક વીડિયો ‘પરદેસિયા’માં નજર આવ્યો હતો. ઘણા લોકોએ તેને ‘પોસ્ટર બોય’ના નામે ઓળખતા હતા.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.