Western Times News

Gujarati News

૯૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સને ફ્લેગઓફ આપીને પ્રસ્થાન કરાવ્યું મુખ્યમંત્રી અને આરોગ્ય મંત્રીએ

નવરાત્રીના પાવન અવસરે મુખ્યમંત્રીશ્રીના હસ્તે રાજ્યના નાગરિકોને સ્વાસ્થ્યલક્ષી ભેટ –મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે ગુજરાતના અધિકારી-કર્મચારીઓ અને તેમના પરિવારની સ્વાસ્થ્ય સુખાકારી માટે “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના”નો પ્રારંભ કરાવ્યો

 શ્રી ઋષિકેશ પટેલે  

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ સ્થાને અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G-કેટેગરી)નો ગાંધીનગર ખાતે શુભારંભ સમારોહ યોજાયો હતો. આ સમારોહ દરમિયાન મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે વિધિવત રીતે યોજનાનો પ્રારંભ કરાવીને યોજનાની એનરોલ્મેન્ટ પ્રક્રિયા શરુ કરાવી હતી. આ પ્રસંગે મુખ્યમંત્રીશ્રીના હસ્તે આ યોજનના લાભાર્થી અધિકારી-કર્મચારીઓને પ્રતિકાત્મક રીતે આયુષ્યમાન કાર્ડ એનાયત કરવામાં આવ્યા હતા. તદુપરાંત મુખ્યમત્રીશ્રીએ ૯૪ નવી ૧૦૮ એમ્બ્યુલન્સને ફ્લેગ ઓફ આપીને તેનું લોકાર્પણ કર્યું હતું.

મુખ્યમંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કેગુજરાતમાં ફરજ બજાવતા ઓલ ઇન્ડિયા સર્વિસીસના અધિકારીઓ અને રાજ્ય સરકારના અધિકારી-કર્મચારીપેન્શનરો તથા તેમના પરિવાર માટે આજથી “ગુજરાત કર્મયોગી સ્વાસ્થ્ય સુરક્ષા યોજના(G-કેટેગરી)” અમલમાં આવી છે. આ યોજના અમલમાં આવતા હવેથી સરકારી અધિકારી-કર્મચારી અને તેમના પરિવારને પણ રૂ. ૧૦ લાખ સુધીની કેશલેસ તબીબી સારવારનો લાભ મળશે અને તેમની સ્વાસ્થ્ય સુખાકારીમાં પણ વધારો થશે.

આ ઉપરાંત આજે ગુજરાતના નાગરિકોને આકસ્મિક સમયમાં પ્રાથમિક સારવાર પૂરી પાડીને ગોલ્ડન અવરમાં હોસ્પિટલ સુધી પહોંચાડતી ૧૦૮ ઈમરજન્સી એમ્બ્લ્યુલન્સના નેટવર્કમાં પણ આજથી વધારો થવા જઈ રહ્યો છે. આજે લોકાર્પણ થયેલી નવી ૯૪ એમ્બ્યુલન્સમાં આધુનિક ટેકનોલોજી ઇન્ટીગ્રેટ કરીને તેને વધુ કાર્યક્ષમ અને અદ્યતન બનાવવામાં આવી છે. જેથી નાગરિકોને ક્રીટીકલ સમયમાં જરૂરી સારવાર પૂરી પાડી શકાયતેમ તેમણે ઉમેર્યું હતું.

આ સમારોહમાં મુખ્ય સચિવ શ્રી પંકજ જોષીઆરોગ્ય વિભાગના અગ્ર સચિવ શ્રી ધનંજય દ્વિવેદીઆરોગ્ય કમિશનર-શહેરી શ્રી હર્ષદ પટેલઆરોગ્ય કમિશનર-ગ્રામ્ય શ્રી રતનકંવર ચારણ ગઢવી સહિત આરોગ્ય વિભાગના અધિકારી-કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.