અમદાવાદ રેલવે મંડળમાં ‘સ્વચ્છતા એ જ સેવા – 2025’ અભિયાન હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન

Ahmedabad, પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળ દ્વારા ‘સ્વચ્છતા એ જ સેવા – 2025′ અભિયાન હેઠળ પર્યાવરણ સંરક્ષણની દિશામાં એક પ્રેરણાદાયક પહેલ કરતાં 21 સપ્ટેમ્બર 2025 ના રોજ સામુદાયિક ભવન, સાબરમતી સંકુલમાં વૃક્ષારોપણ કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો.
આ અવસર પર મંડળ રેલવે વ્યવસ્થાપક શ્રી વેદ પ્રકાશ એ છોડરોપણ કરીને આ અભિયાનની શરૂઆત કરી. તેમની સાથે અપર રેલવે મંડળ વ્યવસ્થાપક શ્રીમતી મંજૂ, મંડળના સિનિયર અધિકારીઓ તથા મોટી સંખ્યામાં રેલવે કર્મચારી ઉપસ્થિત રહ્યા અને સૌએ સક્રિયરૂપે છોડ વાવ્યા.
કાર્યક્રમ દરમિયાન મંડળ રેલવે વ્યવસ્થાપક શ્રી વેદ પ્રકાશ એ જણાવ્યું કે “વૃક્ષ પ્રકૃતિનો અમૂલ્ય વારસો છે અને તેમનું સંરક્ષણ અમારા સૌની નૈતિક જવાબદારી છે. ‘સ્વચ્છતા એ જ સેવા‘ જેવા અભિયાન ફક્ત સ્વચ્છતા પ્રત્યે જાગૃતિ જ નથી વધારતા, પરંતુ પર્યાવરણના રક્ષણમાં પણ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે.“
આ અભિયાન હેઠળ અમદાવાદ મંડળના વિવિધ સ્થળો જેવા કે સાબરમતી રેલવે કૉલોની, આરપીએફ બેરેક વટવા, મહેસાણા, ગાંધીનગર, ગાંધીધામ, રાધનપુર તથા વિરમગામમાં પણ વૃક્ષારોપણ કરવામાં આવ્યું. આ સ્થળો પર સેંકડો છોડ રોપવામાં આવ્યા તથા તેમને સંરક્ષિત રાખવાના સંકલ્પ લેવામાં આવ્યા.
પશ્ચિમ રેલવે, અમદાવાદ મંડળ દ્વારા આયોજિત આ કાર્યક્રમ ફક્ત “હરિત ભારત” ની દિશામાં એક પ્રશંસનીય પગલું જ નથી, પરંતુ આનાથી કર્મચારીઓમાં પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જાગૃતિ અને સહભાગીતાની ભાવનાને પણ સુદ્રઢ કરવામાં આવી છે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વચ્છતા, હરિયાળી અને પર્યાવરણ સંરક્ષણ પ્રત્યે જન-જાગૃતિને પ્રોત્સાહન આપવાનો અને ધરતી વધુ હરિયાળી બનાવવાનો રહ્યો.