ચીફ ઓફિસરની નિષ્ક્રિયતાને કારણે ગટરો ઉભરાઈ

પ્રતિકાત્મક
ડાકોરમાં ૩ કરોડ રૂપિયા સરકારના વિકાસના કામો થાય જેમાં જે રોડ રસ્તાના કામો થયા તે પણ એક મહિનામાં જ તૂટી ગયા
ડાકોર, ડાકોર જે યાત્રાધામ છે જેને કારણે સરકાર તરફથી લાખો- કરોડો રૂપિયાની સ્પેશિયલ કેસમાં ગ્રાંટ આપે છે જે ગ્રાંટના નાણાં ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસર દ્વારા દિશાહીન વિકાસના કામોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે જેના કારણે ડાકોરમાં કોઈ વિકાસ કાર્ય થયું હોય તેવું જોવા મળતું નથી.
છેલ્લા એક વર્ષમાં ડાકોરમાં ૩ કરોડ રૂપિયા સરકારના વિકાસના કામો થાય જેમાં જે રોડ રસ્તાના કામો થયા તે પણ એક મહિનામાં જ તૂટી જવા પામ્યા છે. ડાકોરનો વિકાસ માત્ર એક જ દિશામં થાય છે માત્ર અપ-ડાઉનીયા ચીફ ઓફિસરની પ્રગતિમાં જ થતો જોવા મળ્યો છે.
ડાકોરના તમામ વોર્ડના રહીશો દ્વારા નગરપાલિકામાં ફરિયાદો માટે હલ્લાબોલ કરવામાં આવ્યો હોવા છતાંય સરકારી રાહે કામ કરતા ચીફ ઓફિસર સંજય પટેલની કામગીરીથી પ્રજા ૭ વર્ષથી ત્રાહિમામ પોકારી ગયા છે.
અગાઉ ૪ વર્ષ આજ ચીફ ઓફિસર સંજય પટેલે ડાકોરમાં ફરજ બજાવી હતી ત્યારે પણ પ્રજાના કામોની ફરિયાદ એટલી બધી ઉઠી હતી જેની ફરિયાદ મુખ્યમંત્રીને ડાયરેકટ ડાકોરના રહીશોએ કીર હતી જેના પગલે સજાના ભાગરૂપે આજ ચીફ ઓફિસરને થાનગઢ વિસ્તારમાં કરી હતી. ડાકોરના સાત વોર્ડમાં રોડ-રસ્તા, ગટર, પાણી, લાઈટોની સગવડતા બાબતની ફરિયાદો ઉઠવા પામી છે.
ચીફ ઓફિસર અઠવાડિયામાં માત્ર ત્રણ દિવસ ડાકોરમાં દેખાતા હોય છે અને તે પણ માત્ર ઓફિસના કામોમાં એસી ઓફિસ છોડી ક્યાંય ડાકોરના બજારમાં કે ગામના એકપણ વિસ્તારમાં નીકળતા નથી. વડોદરાથી અપ-ડાઉન કરતા ચીફ ઓફિસર જે ત્રણ દિવસ ડાકોરમાં આવે છે તે સમય માત્ર ૧ર થી પ નો જ હોય છે અને તેમાંય બે કલાક જમવાની રીસેસમાં સર્કિટ હાઉસમાં જતા રહે છે જેના કારણે ડાકોરના વિકાસ બાબતે માટે ૩ કલાક નગરપાલિકા માટેની કામગીરી કરતા જોવા મળે છે. આમ ડાકોર નગરપાલિકાના ચીફ ઓફિસરની કામગીરી દરમિયાન સાત વર્ષથી પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી છે.