ખેડબ્રહ્માથી નાસી ગયેલો આરોપી વડોદરામાં પાનનો ગલ્લો ચલાવતો હતો અને….

એક વર્ષથી નાસતા ફરતા આરોપીને પકડી પાડતી ખેડબ્રહ્મા પોલીસ
(પ્રતિનિધિ) ખેડબ્રહ્મા, નાયબ પોલીસ મહાનિરીક્ષક સા.શ્રી વિરેન્દ્રસિંહ યાદવ ગાંધીનગર વિભાગ, ગાંધીનગર તથા પોલીસ અધિક્ષક શ્રી ડૉ.પાર્થરાજસિંહ ગોહીલ સાબરકાંઠા નાઓએ સાબરકાંઠા જિલ્લામા નાસતા ફરતા
તથા પેરોલ જંપ તથા સજા વારંટના આરોપીઓ પકડવા સારુ સુચના આપેલ હોય જે સંદર્ભે નાયબ પોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહિલ સાહેબ ઇડર વિભાગ, ઇડર નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ડી.એન.સાધુ પો.ઇન્સ.ખેડબ્રહ્મા પો.સ્ટે નાઓએ પોલીસ સર્વેલન્સ ટીમના માણસોને આ દિશામા સતત વોચ તપાસમા રહી આવા ઇસમોને પકડવા સુચનો કરેલ.
જે આધારે સર્વેલન્સ ટીમના એ.એસ.આઈ અનિરુધ્ધસિંહ શુભેન્દ્રસિંહ બ.નં-૦૯૦૨ તથા આ.પો.કો દીલીપભાઈ રણછોડભાઈ બ.નં.૨૯૩ નાઓને સંયુક્ત રાહે હ્યુમન સોર્સ તથા ટેકનિકલ સોર્સ આધારે બાતમી હકીકત મળેલ કે ખેડબ્રહ્મા પો.સ્ટે એક્ટ ની કલમ-૮(સી), ૨૦ (બી), ૨૯ મુજબના કામનો નાસતો ફરતો આરોપી સોએબ મહેબુબભાઈ દીવાન
રહે.પાણીગેટ રાજારાણી તળાવની પાળ વડોદરા જી.વડોદરાવાળો રાજારાણી તળાવ પાસે પાણીગેટની સામે પાન મસાલાની દુકાન ચલાવતો જે હકીકત આધારે બાતમી હકીકત વાળી જગ્યાએ વડોદરા ખાતે જઇ તપાસ કરતા સદરી આરોપી હાજર મળી આવતા કોર્ડન કરી પકડી
તેનુ નામઠામ પુછતાં પોતેપોતાનું નામ સોએબ મહેબુબભાઈ દીવાન રહે.પાણીગેટ રાજારાણી તળાવની પાળ વડોદરા જી.વડોદરાવાળો હોવાનું જણાવતા સદરીને અત્રેના ખેડબ્રહ્મા પો.સ્ટે ખાતે લાવી આગળની ધોરણસર કાર્યવાહી કરેલ.