સાત્વિક ભોજન સાથે ગરબા રમવામાં આવે તો 9 દિવસમાં 3 કિલો સુધી વજન ઘટી શકે

પ્રતિકાત્મક
સાદા સાત્વિક ભોજન સાથે યુવાન ખેલૈયાઓએ દરરોજ ૮-૧૦ ગ્લાસ પાણી, નારિયેળ પાણી અને લીંબુ પાણી પીવું જોઈએ.
નવરાત્રીના મોડી રાતના નાસ્તાઓ કેલેરી વધારીને આરોગ્ય બગાડે છે
(એજન્સી)અમદાવાદ, નવરાત્રીમાં જો ફાસ્ટફૂડ બંધ કરીને સાત્વિક ભોજન સાથે ગરબા રમવામાં આવે તો ફૂડ ઈન્ટેકમાં ૪૦ ટકાનો ઘટાડો કરીને વજનમાં ત્રણ કિલોનો ઘટાડો સરળતાથી થાય છે. પરંતુ નાસ્તા કે ફાસ્ટફૂડનું અસાવધાનીથી સેવન કરવામાં આવતા ૬પ ટકા લોકો વજન વધારાની ફરિયાદો કરતા જોવા મળ્યા છે.
તાજેતરમાં થયેલા હેલ્થશોટ્સના એક સર્વેમાં ૧૦૦૦ લોકોના નવરાત્રીના ઉપવાસ અને તેમની શારીરિક પ્રવૃત્તિનો અભ્યાસ કરવામાં આવ્યો હતો જેમાં ૭ર ટકા લોકોએ જણાવ્યું હતું કે, તેમનું વજન ૧ કિલોથી ૩ કિલો સુધી ઘટયું. આ સર્વેમાં ૮૦% લોકોએ તેમના આધ્યાÂત્મક અને શારીરિક લાભોની પુષ્ટિ કરી હતી પરંતુ સ્વસ્થ રહેવા માટે ભોજનની માત્ર અને પાણીનું પ્રમાણ સંતુલિત રાખવું વધુ જરૂરી છે.
આમાં ૪પ% મહિલાઓએ ગરબા અને ડાંડિયા જેવી શારીરિક પ્રવૃત્તિઓને કારણે વધુ લાભ મેળવ્યો. સર્વેમાં મહિલાઓએ જણાવ્યું હતું કે, ઉપરવાસ દરમિયાન કેલેરી ઈન્ટેક ૩૦-૪૦% ઘટે છે જેનાથી બોડી ફેટ અને વોટર વેઈટમાં ઘટાડો થાય છે.
જો કે, ર૮% લોકોએ એવી ફરિયાદ કરી હતી કે ગરબા રમવા છતાં પણ તળેલા સ્નેકસ જેમ કે સાબુદાણા વડા, ચાલુ ચિપ્સ અને મીઠાઈઓનું મોડી રાત સુધી અતિપ્રમાણમાં સેવન કરવાથી વજનમાં કોઈ ફર્ક પડતો નથી. મોડી રાતના તળેલા નાસ્તા વજન વધારવામાં મદદરૂપ થાય છે.
આ સર્વેમાં ૬પ% લોકોએ સ્વીકાર્યું કે, તેઓ બહારના ફૂડને કારણે કેલેરી વધારી દે છે. વધુમાં નવરાત્રી દરમિયાન પાણીની કમી અને અનિયમિતતા ભોજનથી મોટાબોલિઝમ ખરાબ થાય છે જે વજન વધારે છે.
ગુજરાતમાં કરાયેલા અન્ય એક સ્થાનિક સર્વે પ્રમાણે નવરાત્રીમાં આખી રાત ગરબા ગાવાથી ૩૦૦-૬૦૦ કેલેરી બર્ન થવાથી પપ% યુવાનોને વજન નિયંત્રણમાં મદદ મળી છે પરંતુ તેની સાથે સાથે ઉંમર ભોજન, કેટલા ગરબા અને કેટલું ભોજન લેવામાં આવે છે તે પણ મહત્ત્વનું છે.
અમદાવાદના જાણીતા તબીબો નવરાત્રીમાં ફીટ થવાની કેટલીક ટીપ આપતાં જણાવે છે કે સંતુલિત આહાર અને વ્યાયામ જરૂરી છે. સાદા સાત્વિક ભોજન સાથે યુવાન ખેલૈયાઓએ દરરોજ ૮-૧૦ ગ્લાસ પાણી, નારિયેળ પાણી અને લીંબુ પાણી પીવું જોઈએ.