Western Times News

Gujarati News

રેલવે વેગનનો સળિયો તૂટયોઃ કર્મચારીએ સમયસૂચકતાથી અકસ્માત થતાં બચાવ્યો

પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજરે અમદાવાદ ડિવિઝનના બે કર્મચારીઓને સંરક્ષા પુરસ્કારોથી સન્માનિત કર્યા

રેલ્વે ના સંચાલનમા સંરક્ષા સર્વોપરી છે અને દરેક કર્મચારીની સજગતા અને સતર્કતા આ સુનિશ્ચિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. પશ્ચિમ રેલ્વેના જનરલ મેનેજર શ્રી વિવેક કુમાર ગુપ્તાએ અમદાવાદ ડિવિઝનના બે રેલ્વે કર્મચારીઓને તેમના ઉત્કૃષ્ટ કાર્ય માટે સંરક્ષા પુરસ્કારથી સમ્માનિત કર્યા. આ પુરસ્કાર ઓગસ્ટ 2025 દરમિયાન ફરજ પર રહેલી સતર્કતા અને સમયસર સંભવિત અકસ્માતોને ટાળવામાં મુખ્ય ભૂમિકા ભજવવા બદલ આપવામાં આવ્યા હતા.

પુરસ્કાર પ્રાપ્ત કરનારા કર્મચારીઓ (૧) શ્રી મનીષ કુમાર, પોઈન્ટ્સમેન – જાટ પીપલી, 28.08.2025 ના રોજ ફરજ પર હતા ત્યારે ડાઉન ગાડી નંબર E/BCN/GIMB LC-29 પસાર થઇ રહી હતી જેનું ઓલ રાઈટ એક્સચેન્જ સમયે જોયુંકે બ્રેકવાનથી 11મા વેગનનો લોખંડનો સળિયો તૂટી ગયો હતો અને બ્રેક વાન સાથે લટકતો હતો, જે અકસ્માતનું કારણ બની શકે છે.

કોઈ પણ વિલંબ કર્યા વિના, તેમની સૂઝબૂઝથી લાલ સિગ્નલ બતાવ્યું અને જાટ પીપલી સ્ટેશન પર સ્ટેશન માસ્ટરને જાણ કરી અને ટ્રેન સ્ટેશન પર રોકવી હતી. સ્ટેશન પર તૈનાત પોઈન્ટ્સમેનએ સળિયો બાંધવામાં આવ્યો. ટ્રેન ફરીથી શરૂ કરવામાં આવી. આમ શ્રી મનીષ કુમારની સતર્કતાને કારણે, સંભવિત અકસ્માત બચાવવામાં આવ્યો

(૨) શ્રી કુંદન કુમાર ફીટર ગ્રેડ -I પેડ પર ઇન્ટીગ્રેટેડ કોચિંગ ડેપો કાંકરિયા ખાતે ટ્રેન નંબર 22925 અમદાવાદ – ઓખા વંદે ભારત પર કાર્યરત છે. તારીખ 21/08/2025 ના રોજ, તેમણે પીટ લાઇન નિરીક્ષણ દરમિયાન પ્રથમ DTC કોચના પ્રથમ બોગીના લેટરલ બમ્પ સ્ટોપ રવર ને તેનો જગ્યાથી નીકળેલો જોયો અને આ ત્રુટીને સમય રહેતા નવો બમ્પ સ્ટોપ સ્થાપિત કરીને આ ખામીને સુધારી અને ટ્રેનને સુરક્ષિત ચલાવવામાં પોતાનું અમૂલ્ય યોગદાન આપ્યું.

જનરલ મેનેજર શ્રી વિવેક કુમાર ગુપ્તાએ બંને કર્મચારીઓની સતર્કતા અને સમર્પણની પ્રશંસા કરતા કહ્યું, “આ કર્મચારીઓએ ન માત્ર પ્રામાણિકતા અને સમર્પણ સાથે તેમની ફરજો બજાવી પરંતુ રેલ્વે સંરક્ષા પ્રત્યે ઊંડી પ્રતિબદ્ધતા પણ દર્શાવી.

લોખંડના સળિયાને તૂટેલા અને લટકતા જોવો, લેટરલ બમ્પ સ્ટોપ રવરને તેમની જગ્યાએથી નીકળેલો મળવો જેવા સંભવિત જોખમોને સમયસર ઓળખીને તેઓએ હજારો મુસાફરોના જીવન અને સંપત્તિની સલામતી સુનિશ્ચિત કરી. આ સમર્પણ અને સતર્કતા બધા રેલ્વે કર્મચારીઓ માટે પ્રેરણારૂપ છે.”

પશ્ચિમ રેલ્વેને તેના કર્મચારીઓ પર ગર્વ છે, જેઓ પ્રતિકૂળ પરિસ્થિતિઓમાં પણ ધીરજ અને સમજણ સાથે કામ કરે છે, અને ટ્રેન સંચાલનની સુરક્ષા સુનિશ્ચિત કરે છે. આ સમ્માન ન માત્ર તેમના વ્યક્તિગત પ્રયાસોને પ્રશંષા છે, પરંતુ પશ્ચિમ રેલ્વેની સંસ્કૃતિને પણ પ્રતિબિંબિત કરે છે, જ્યાં સંરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપવામાં આવે છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.