Western Times News

Gujarati News

દિવાળીએ અયોધ્યામાં અંધકાર છવાશે: પન્નુની ધમકી

નવી દિલ્હી, ખાલિસ્તાન સમર્થક આતંકવાદી સંગઠન શીખ્સ ફોર જસ્ટિસ એ દિવાળી પહેલા પ્રવાસીઓને પંજાબ છોડી દેવાનું અલ્ટીમેટમ આપ્યું છે. તેણે પ્રવાસીઓને ૧૯ ઓક્ટોબર સુધીમાં રાજ્ય છોડી દેવા કહ્યું છે. તેણે બટાલા રેલવે સ્ટેશન અને અચલેશ્વર ધામ મંદિર પર ખાલિસ્તાની સૂત્રો લખાવ્યાનો પણ દાવો કર્યાે છે.પન્નુએ પોતાનો એક વીડિયો વાયરલ કર્યાે છે.

તેમાં તેણે લખાવ્યાનો પણ દાવો કર્યાે છે. અને બટાલા રેલવે સ્ટેશનના ફોટા પણ શેર કર્યા છે. તેણે સ્પષ્ટપણે કહ્યું છે કે જે લોકો દિવાળીની ઉજવણી નથી કરતા અને તે દિવસે દીવા પ્રગટાવીને બંદી છોર દિવસ ઉજવે છે તેઓ જ પંજાબમાં રહેશે. પન્નુએ ખાસ કરીને પંજાબમાં વાતાવરણને ડહોંળવા માટે દિવાળી સુધીનું અલ્ટીમેટમ આપ્યું છે.પન્નુએ વીડિયોમાં અયોધ્યાનો પણ ઉલ્લેખ કર્યાે હતો.

તેણે દાવો કર્યાે હતો કે તેઓ દિવાળી પર અયોધ્યામાં અંધકાર ફેલાવશે. ખરેખરમાં, આ વર્ષે અયોધ્યામાં લાખો દીવા પ્રગટાવીને દિવાળી ઉજવવાના પ્રયાસો ચાલી રહ્યા છે.પન્નુએ પંજાબના ડીજીપી ગૌરવ યાદવને પણ ધમકી આપી હતી.

તેમણે દાવો કર્યાે હતો કે યાદવ પંજાબમાં હિન્દુ આતંકવાદ ફેલાવનારાઓને સાથ આપી રહ્યા છે. વધુમાં, પન્નુએ મુખ્યમંત્રી ભગવંત માનને પણ ધમકી આપી હતી કે તેઓ તેમના પક્ષને વેરવીખેર કરી નાખશે, જેવા હાલ તેમણે પંજાબમાં કોંગ્રેસ અને ભાજપના કર્યા છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.