Western Times News

Gujarati News

વેસ્ટ માંથી બેસ્ટ : સ્વચ્છતા હી સેવા 2025 દરમિયાન અમદાવાદ રેલવે મંડળ નવીનતામાં અગ્રણી”

અમદાવાદ મંડળ પર “વેસ્ટ ટુ આર્ટ ઇન્સ્ટોલેશન” અને RRR પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું.

“સ્વચ્છતા હી સેવા” (SHS) અભીયાન 2025, જે 17 સપ્ટેમ્બરના રોજ રાષ્ટ્રવ્યાપી સ્તરે શરૂ થઈ હતી, 2 ઓક્ટોબર, 2025ના રોજ ગાંધી જયંતિના અવસરે પૂર્ણ થશે. આ અભિયાન હેઠળ, પશ્ચિમ રેલ્વેનો અમદાવાદ મંડળ નિરંતર નવીનતા અને પર્યાવરણીય જાગૃતિમાં સતત અગ્રણી ભૂમિકા ભજવી રહ્યો છે.

અભીયાનના છઠ્ઠા દિવસે, તારીખ 22.09.2025 ના રોજ, કચરામાંથી કલા સ્થાપનો” થીમ હેઠળ અમદાવાદ મંડળના વિવિધ સ્થળોએ “કચરા સામગ્રીના સર્જનાત્મક ઉપયોગ પર કેન્દ્રિત પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દિવસનો હેતુ આરઆરઆર ઘટાડો, પુનઃઉપયોગ અને રિસાયકલની ભાવનાને પ્રોત્સાહન આપવાનો હતો.

ડીઝલ શેડ, સાબરમતી અને કોચિંગ ડેપો, ભુજ ખાતે કચરા અને બિનઉપયોગી સામગ્રીમાંથી પ્રેરણાદાયી કલાકૃતિઓ બનાવવામાં આવી હતી. આ રચનાઓમાં એક સુંદર ગણપતિ મંદિર, એક સ્વાગત પ્રતિમા અને શ્વાન અને ટેકનિશિયન/ફિટર જેવી કલ્પનાશીલ આકૃતિઓનો સમાવેશ થતો હતો. આ કલાકૃતિઓએ માત્ર કર્મચારીઓની સર્જનાત્મકતા જ દર્શાવી ન હતી પરંતુ કચરાને સંસ્કૃતિ, સર્જનાત્મકતા અને ટકાઉપણાના પ્રતીક તરીકે રજૂ કરીને પર્યાવરણીય સંદેશાઓ પણ ફેલાવ્યા હતા.

તેવી જ રીતે, ઇલેક્ટ્રિક લોકો શેડ, વટવામાં ડીઝલ એન્જિનના ભંગાર ઘટકોનો ઉપયોગ કરીને વિવિધ શિલ્પો અને સુશોભન કલાકૃતિઓ બનાવવામાં આવી હતી. “કચરામાંથી સર્વશ્રેષ્ઠ” થીમને સાકાર કરતો આ પુનઃઉપયોગના ખ્યાલમાં છુપાયેલી સંભાવનાને પ્રકાશિત કરે છે.

RRR પ્રવૃત્તિઓના ભાગ રૂપે, અમદાવાદ સ્ટેશને પ્લાસ્ટિક બોટલ ક્રશિંગ મશીનોનો સક્રિય ઉપયોગ કરીને પ્લાસ્ટિક કચરાનો જવાબદાર નિકાલને પ્રોત્સાહન આપ્યું. મુસાફરોને પર્યાવરણને અનુકૂળ વ્યવહાર અપનાવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા. સાથે જ ગાંધીધામ સ્ટેશને પ્લાસ્ટિક કચરાનું વિશ્લેષણ પણ કર્યું અને તેનો ઉપયોગ મર્યાદિત કરવા માટે નોંધપાત્ર પગલાં લીધાં, જેનાથી સ્ટેશન પરિસરને સ્વચ્છ અને હરિયાળું રાખવામાં મદદ મળી.

આ બધી પહેલો અમદાવાદ મંડળની પર્યાવરણીય જવાબદારી, નવીનતા અને સામૂહિક સહયોગ પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે, જે સ્વચ્છતા હી સેવા – 2025 અભિયાનના મુખ્ય આધારસ્તંભ છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.