151 કિલોગ્રામ શુદ્ધ ઘીમાંથી બની શ્રી વારાહી માતાજીની અનોખી પ્રતિમા

(તસવીરઃ જયેશ મોદી) અમદાવાદ, નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે અમદાવાદના કાલુપુર વિસ્તારમાં આવેલા ભાડેરી પોળમાં શ્રી વરાહી માતા મિત્ર મંડળ દ્વારા શ્રી વરાહી માતાજીની અનોખી પ્રતિમા તૈયાર કરવામાં આવી છે. આ પ્રતિમાને આકર્ષક બનાવવા માટે લગભગ 151 કિલોગ્રામ શુદ્ધ ઘી અને વિવિધ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
આ ઘીની પ્રતિમાને જાળવી રાખવા માટે દરરોજ આશરે 600 કિલોગ્રામ બરફનો ઉપયોગ કરવામાં આવે છે. આ અનોખી પ્રતિમાના દર્શન માટે શહેરના વિવિધ વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે. ભક્તો 22 સપ્ટેમ્બર, 2025થી લઈને આસો સુદ પૂનમ એટલે કે 6 ઓક્ટોબર, 2025 સુધી આ દર્શનનો લાભ લઈ શકશે.