Western Times News

Gujarati News

નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાના સમયમાં વધારો કરાયો

અમદાવાદ, નવરાત્રિના તહેવારને ધ્યાનમાં રાખીને, ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન (GMRC) દ્વારા અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાના સમયમાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય મુજબ, તા. ૨૬ સપ્ટેમ્બર, ૨૦૨૫થી તા. ૧ ઓક્ટોબર, ૨૦૨૫ સુધી મેટ્રો ટ્રેન મોડી રાત્રિ સુધી દોડશે.

હાલમાં અમદાવાદમાં મેટ્રો ટ્રેન સેવાઓ સવારે ૬:૨૦ થી રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધી કાર્યરત છે. નવરાત્રિ દરમિયાન, મેટ્રો ટ્રેનનો સમયગાળો રાત્રે ૧૦:૦૦ વાગ્યાથી લંબાવીને મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યા સુધી કરવામાં આવ્યો છે.

  • વસ્ત્રાલ ગામ – થલતેજ ગામ કોરિડોર: રાત્રિના ૧૦:૦૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યા સુધી. રાત્રિના ૧૦:૦૦ વાગ્યા પછી દરેક ટર્મિનલ સ્ટેશનથી દર ૩૦ મિનિટે મેટ્રો મળશે.
  • કોટેશ્વર રોડ – એ.પી.એમ.સી. કોરિડોર: રાત્રિના ૧૦:૦૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યા સુધી. રાત્રિના ૧૦:૦૦ વાગ્યા પછી દરેક ટર્મિનલ સ્ટેશનથી દર ૩૦ મિનિટે મેટ્રો મળશે.
  • મોટેરા સ્ટેડિયમ – સેક્ટર-1, ગાંધીનગર કોરિડોર: રાત્રિના ૧૦:૦૦ વાગ્યાથી મધ્યરાત્રિના ૨:૦૦ વાગ્યા સુધી. મોટેરા સ્ટેડિયમથી સેક્ટર-1 માટે રાત્રે ૧૦, ૧૧, ૧૨, ૧, અને ૨ વાગ્યે ટ્રેન મળશે. સેક્ટર-1 થી મોટેરા સ્ટેડિયમ માટે રાત્રે ૧૦, ૧૧, ૧૨, અને ૧ વાગ્યે ટ્રેન મળશે.

Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.