Western Times News

Gujarati News

ચીન પર અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ‘રગાસા’ ત્રાટકવાનું જોખમ

બેઈજિંગ, ચીનમાં અત્યાર સુધીનું સૌથી શક્તિશાળી વાવાઝોડું ‘રગાસા’ ત્રાટકવાનું જોખમ તોળાઈ રહ્યું છે. ચીનના ઉદ્યોગ માટેનું મુખ્ય મથક ગણાતા ગુઆંગડોંગ પ્રાંતમાં તકેદારીના ભાગ રૂપે ઉદ્યોગોને બંધ કરવાની ફરજ પડાઈ છે. આ ઉપરાંત હોંગકોંગ અને શેન્ઝેન આસપાસના વિસ્તારોમાં શાળાઓ બંધ કરવામાં આવી છે.

રગાસા વાવાઝાડું દક્ષિણ ચીનના શહેરો પર ત્રાટકવાની ભીતિ સેવાઈ રહી છે. આશરે ૨૫૦ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અગાઉ ફિલિપાઈન્સમાં આ વાવાઝોડાએ ત્રણનો ભોગ લીધો હતો તેમજ સંખ્યાબંધ લોકો ઘરવિહોણા થયા હતા.

ચીનના દક્ષિણના શહેરોમાંથી મંગળવારે ૩.૭૧ લાખ લોકોનું સુક્ષરિત સ્થળાંતર કરવામાં આવ્યું હતું. રગાસા વાવાઝોડું ત્રાટકવાની આગાહીને પગલે કટોકટી જાહેર કરી દેવામાં આવી છે તથા તમામ બચાવ અને રાહત ટુકડીઓને સ્ટેન્ડબાય રહેવા આદેશ આપી દેવાયા છે. ચીનના મધ્ય તથા પશ્ચિમ કાંઠા વિસ્તારમાં વાવાઝોડું ત્રાટકે તેવી સંભાવના છે. ટેન્કોલોજી હબ અને આધુનિક શહેર શેન્ઝેન સહિત ૧૦ શહેરોમાં તમામ બજાર, શાળા, કારાખના અને પરિવહન વ્યવસ્થા બંધ કરવાની જાહેરાત કરવામાં આવી છે.

હોંગકોંગ સ્થિત સાઉથ ચાઈના મો‹નગ પોસ્ટના અહેવાલમાં લોકોને બિનજરૂરી બહાર ના નિકળવા સલાહ આપવામાં આવી છે અને ઘરની અંદર પૂરતા પ્રમાણમાં ખોરાક તથા પાણી અને દવાનો જથ્થો રાખવા તાકીદ કરાઈ છે.ગુઆંગડોંગ સરકારે આ અંગે જણાવ્યું કે, પ્રાંતમાંથી આશરે ૩,૭૧,૦૦૦ લોકોને સુરક્ષિત ખસેડવાની કામગીરી પૂરી કરાઈ છે.

હેલિકોપ્ટર્સ તથા ડ્રોન્સ ઉપરાંત ૨૩ જહાજો અને ૩૮,૦૦૦ ફાયરના જવાનો ખડેપગે છે. કેન્દ્ર સરકારે બચાવ તથા રાહત માટે મદદ મોકલાવી છે જેમાં ૬૦ હજાર ટેન્ટ્‌સ, પથારી, લાઈટ, ફેમિલી કિટ સામેલ છે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.