Western Times News

Gujarati News

હમાસ શસ્ત્રો પેલેસ્ટાઈનને સોંપીને આત્મસમર્પણ કરેઃ રાષ્ટ્રપતિ મહમૂદ

ન્યૂયોર્ક, વિશ્વના કેટલાક અગ્રણી દેશોએ પેલેસ્ટાઈનને એક સ્વતંત્ર દેશ તોરીકેની માન્યતા આપી દીધી છે. જેમાં ફ્રાન્સ, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને કેનેડા જેવા મુખ્ય દેશો સામેલ છે. આ શ્રેણીમાં પેલેસ્ટાઈનના રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસે હમાસ જેવા આતંકવાદી સંગઠનો અને તેમના સહયોગી જૂથોને કડક ભાષામાં ચેતવણી આપી છે.

તેમણે કહ્યું કે હમાસે પોતાના તમામ હથિયારો પેલેસ્ટાઈનની ઓથોરિટીને સોંપી દેવા જોઈએ અને કોઇ પણ શરત વિના આત્મસમર્પણ કરવું જોઈએ, કારણ કે ગાઝા પટ્ટીમાં શાસન અને સુરક્ષાની જવાબદારી સંભાળનાર એક માત્ર માન્ય સંસ્થા પેલેસ્ટાઈન રાજ્ય(દેશ) છે.

સોમવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના દ્વિ-રાજ્ય સમાધાન પરની વિશેષ બેઠકને સંબોધતા અબ્બાસે એક યુનાઇટેડ પેલેસ્ટાઈન રાજ્યની બ્લૂપ્રિન્ટ રજૂ કરી હતી.

એમાં એક જ કાયદો, એક જ માન્ય સુરક્ષા દળ અને કોઈ પણ સશસ્ત્ર સંગઠન(હમાસ જેવા) હશે નહીં. આ સાથે અબ્બાસે એમ પણ કહ્યું કે ગાઝામાં હમાસનું કોઈ સ્થાન નથી.

ગાઝા વહીવટીતંત્ર પશ્ચિમી તટની પેલેસ્ટાઈન સરકાર સાથે જોડાશે, જે અરબ દેશો અને આંતરરાષ્ટ્રીય સહયોગથી બનેલી વચગાળાની સમિતિ દ્વારા ચાલશે.અબ્બાસે જુલાઇમાં સંયુક્ત રાષ્ટ્ર મહાસભા દ્વારા પસાર કરાયેલા ન્યોયોર્ક ડેકલેરેશન માટે આભાર વ્યક્ત કર્યાે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Newsphere by AF themes.