રાજકોટમાં પદ્મિનીબાનો પુત્ર રિવોલ્વર લટકાવીને ગરબામાં પહોંચ્યો

રાજકોટ, રાજકોટમાં અટલ સરોવર ખાતે યોજાયેલા એક અર્વાચીન રાસોત્સવ દરમિયાન ક્ષત્રિય સમાજના આગેવાન પદ્મિનીબા વાળાના પુત્ર સત્યજીતસિંહ વાળાનો એક વીડિયો વાયરલ થયો હતો.
આ વીડિયોમાં તેઓ કમરે રિવોલ્વર જેવું હથિયાર લટકાવીને જોવા મળ્યા હતા, જેને લઈને ચર્ચા જાગી હતી.વીડિયો વાયરલ થયા બાદ, સમગ્ર ઘટનાની જાણ થતાં જ સ્પેશિયલ આૅપરેશન્સ ગ્›પની ટીમે આ મામલે તપાસ હાથ ધરી હતી.
પોલીસે સત્યજીતસિંહ વાળાનો સંપર્ક કર્યાે અને તેમને કાયદાનું ભાન કરાવ્યું.આ મામલે સત્યજીતસિંહે પોલીસ સમક્ષ પોતાની ભૂલ સ્વીકારી હતી અને જણાવ્યું હતું કે તેમણે જે હથિયાર પહેર્યું હતું તે રમકડાની બંદૂક હતી. તેમણે જાહેર માફી માંગતા કહ્યું કે, “ગઈકાલે હું એક ગરબાના કાર્યક્રમમાં ગયો હતો ત્યાંનો વીડિયો વાયરલ થયો છે. તેમાં મેં જે ગન લગાવેલ છે તે રમકડાની છે, તે બદલ હું માફી માંગુ છું.
ફરીવખત ક્યારેય આવું નહીં કરવાની ખાતરી આપું છું.”પોલીસે આ રમકડાની રિવોલ્વરની ખાતરી કર્યા બાદ આ મામલે વધુ કાર્યવાહી કરી ન હતી. આ ઘટના પરથી સ્પષ્ટ થાય છે કે જાહેર સ્થળોએ આવા પ્રકારના કૃત્યોથી સાવચેત રહેવું જરૂરી છે.SS1MS