કેન્દ્રીય વિસ્ટા પ્રોજેક્ટ હેઠળ બનેલા PMO સંકુલને ‘સેવા તીર્થ’ નામ અપાયું

Files Photo
Files Photo
નવી દિલ્હી: કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી સેન્ટ્રલ વિસ્ટા પ્રોજેક્ટ અંતર્ગત તૈયાર થયેલા નવા વડાપ્રધાન કાર્યાલય (PMO) સંકુલને ‘સેવા તીર્થ’ નામ આપવામાં આવ્યું છે. પ્રાપ્ત માહિતી અનુસાર, ટૂંક સમયમાં જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનું કાર્યાલય આ નવા સંકુલમાં ખસેડવામાં આવશે. આ સાથે, વિવિધ મંત્રાલયો અને ઉચ્ચ કક્ષાના સચિવોને પણ તેમના કાર્ય અને પ્રાથમિકતાના આધારે ‘સેવા તીર્થ’ના જુદા જુદા ભવનોમાં સ્થાન આપવામાં આવશે.
આ નવા સંકુલમાં, કાર્ય અને જવાબદારીના આધારે ભવનોનું વિભાજન કરવામાં આવ્યું છે. જાણવા મળ્યા મુજબ, ‘સેવા તીર્થ-૧’ માં રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર (NSA) અને મુખ્ય મંત્રાલયોને સ્થાન મળશે. જ્યારે ‘સેવા તીર્થ-૨’ માં કેબિનેટ સચિવ અને અન્ય ઉચ્ચ અધિકારીઓના કાર્યાલયો હશે.
આ ઉપરાંત, ‘સેવા તીર્થ-૩’ માં અન્ય મંત્રાલયો અને સચિવોને સ્થાન ફાળવવામાં આવશે. આ નવું સંકુલ વહીવટી કાર્યક્ષમતા વધારવા અને કેન્દ્ર સરકારના વિવિધ વિભાગો વચ્ચે વધુ સારો સંકલન સ્થાપિત કરવામાં મદદરૂપ થશે તેવી અપેક્ષા રાખવામાં આવી છે. આ પ્રોજેક્ટથી સંબંધિત વધુ વિગતોની સત્તાવાર જાહેરાત ટૂંક સમયમાં થવાની સંભાવના છે.