TVS મોટરે એનટોર્ક 150 લોન્ચ કર્યું, ભારતનું સૌથી ઝડપી અને પહેલું હાઇપર સ્પોર્ટ સ્કૂટર

સેગમેન્ટમાં સૌથી ઝડપી ગતિ: 6.3 સેકન્ડમાં 0-60 કિમી/કલાક
અમદાવાદ, 24 સપ્ટેમ્બર, 2025: ટુ અને થ્રી વ્હીલર સેગમેન્ટમાં વૈશ્વિક અગ્રણી ટીવીએસ મોટર કંપનીએ (TVSM) આજે ભારતના સૌથી ઝડપી હાઇપર સ્પોર્ટ સ્કૂટર, ટીવીએસ એનટોર્ક 150ના લોન્ચિંગની જાહેરાત કરી હતી. 149.7 સીસીના રેસ-ટ્યુન્ડ એન્જિનનો પાવર અને સ્ટીલ્થ એરક્રાફ્ટ ડિઝાઇનથી પ્રેરિત આ સ્કૂટર નવી જનરેશનના રાઇડર્સ માટે ઉચ્ચ પર્ફોમન્સ, સ્પોર્ટી દેખાવ અને અત્યાધુનિક ટેકનોલોજીનો સુમેળ છે, સ્કૂટરની ખાસ પ્રારંભિક કિંમત રૂપિયા 1,19,000 (એક્સ-શોરૂમ, ઓલ ઇન્ડિયા) છે. TVS MOTOR COMPANY LAUNCHES TVS NTORQ 150;
TVS NTORQની હંમેશા ધાક જમાવતી વાર્તા પર આધારિત, આ નવું સ્કૂટર આવતીકાલનું વધુ એક આઇકોન હશે. તેના MULTIPOINT® પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, એરોડાયનામિક વિંગલેટ્સ, રંગીન એલોય વ્હીલ્સ અને સિગ્નેચર મફલર નોટ તેના રેસિંગ DNAને રજૂ કરે છે, જ્યારે એલેક્સા અને સ્માર્ટવૉચ ઇન્ટિગ્રેશન, લાઇવ ટ્રેકિંગ, નેવિગેશન અને OTA અપડેટ્સ સહિતના 50થી વધુ સ્માર્ટ ફીચર્સ સાથેના હાઇ-રેસ TFT ક્લસ્ટર તેને તેના વર્ગનું સૌથી એડવાન્સ્ડ સ્કૂટર બનાવે છે.
TVS NTORQ 150ના લોન્ચ અંગે TVS મોટર કંપનીના ઇન્ડિયા 2W બિઝનેસના પ્રેસિડેન્ટ શ્રી ગૌરવ ગુપ્તાએ જણાવ્યું હતું કે, “ટીવીએસ મોટર કંપનીમાં, અમે નવીનતા અને ગ્રાહક–કેન્દ્રિત પ્રોડક્ટના માધ્યમથી વૃદ્ધિ માટે પ્રતિબદ્ધ છીએ. હકીકતમાં TVS NTORQ 150 અમારા તમામ રાઇડર્સ પાસેથી મેળવેલી શીખથી પ્રેરિત છે અને અમારા સ્કૂટર પોર્ટફોલિયોને વધુ મજબૂત બનાવશે. રેસ–પ્રેરિત પર્ફોમન્સ, એડવાન્સ્ડ કનેક્ટિવિટી અને સેગમેન્ટમાં પ્રથમ સેફ્ટી અને કન્ટ્રોલ ફીચર્સનું સંયોજન એવું આ સ્કૂટર ગ્રાહકોને આનંદિત કરશે અને બ્રાન્ડ પ્રત્યેના પ્રેમમાં નોંધપાત્ર વધારો કરશે.”
ટીવીએસ મોટર કંપનીના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ – હેડ કોમ્યુટર અને ઇવી બિઝનેસ તેમજ કોર્પોરેટ બ્રાન્ડ અને મીડિયાના હેડ શ્રી અનિરુદ્ધ હલદારે જણાવ્યું હતું કે, “બે મિલિયનથી વધુ NTORQના ચાલકો અને 50 સ્વ–સંચાલિત રાઇડ ગ્રુપ અને સમુદાયો, ભારતની સૌથી પ્રિય અને પ્રતિષ્ઠિત ઓટોમોટિવ બ્રાન્ડ્સ અને તેના રાઇડર્સ વચ્ચે બંધાયેલા સંબંધને વ્યાખ્યાયિત કરે છે. ટીવીએસ NTORQ આકર્ષક ડિઝાઇન, શ્રેષ્ઠ પ્રદર્શન અને નવા યુગની ટેકનોલોજીનો પર્યાય રહ્યું છે.
નવા ટીવીએસ NTORQ 150ની રજૂઆત, જેન Zની વિકસતી ઉચ્ચ પર્ફોમન્સની આકાંક્ષાઓને પૂર્ણ કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે! હાઇપર ફ્યુચરિસ્ટિક ડિઝાઇન, હાઇપર ટ્યુન પર્ફોમન્સ અને હાઇપર કનેક્ટેડ ટેક સાથેનું ભારતનું પ્રથમ હાઇપર સ્પોર્ટ સ્કૂટર ટીવીએસ NTORQ 150 તેના રાઇડર્સને રોમાંચિત કરશે, તેમજ ટીવીએસ NTORQ બ્રાન્ડન ફ્રેન્ચાઇઝીને નોંધપાત્ર રીતે મજબૂત અને વિસ્તૃત બનાવશે.”
પર્ફોમન્સ
TVS NTORQ 150માં 149.7cc, એર–કૂલ્ડ, O3CTech એન્જિન છે, જે 7,000 rpm પર 13.2 PS અને 5,500 rpm પર 14.2 Nm ટોર્ક આપે છે. માત્ર 6.3 સેકન્ડમાં 0-60 કિમી/કલાકની ઝડપ પકડીને અને 104 કિમી/કલાકની ટોપ સ્પીડે પકડતું આ સ્કૂટર તેના વર્ગમાં સૌથી ઝડપી સ્કૂટર તરીકે ઉભરી આવ્યું છે.
સ્પોર્ટી અને ભવિષ્યની ડિઝાઇન
સ્ટીલ્થ એરક્રાફ્ટથી પ્રેરિત, TVS NTORQ 150માં MULTIPOINT® પ્રોજેક્ટર હેડલેમ્પ્સ, સ્પોર્ટી ટેલ લેમ્પ્સ, એરોડાયનેમિક વિંગલેટ્સ, સિગ્નેચર સાઉન્ડ સાથેના સ્ટબી મફલર, ખુલ્લા હેન્ડલબાર અને રંગીન એલોય વ્હીલ્સ છે.
- આક્રમક, પ્રિડેટરી લોન્ચ-રેડી સંતુલન સાથે ફોર્વર્ડ આધારિત વલણ.
- એરોડાયનેમિક કાર્યક્ષમતા અને દ્રશ્યગતિ માટે નિર્મિત એરોહેડ ફ્રન્ટ ફોર્મ.
- નેકેડ મોટરસાઇકલ–સ્ટાઈલનું હેન્ડલબાર, જે રાઈડરના કન્ટ્રોલમાં વધારો કરે છે અને રૉ, કનેક્ટેડ અનુભવ પૂરો પાડે છે.
- જેટ–પ્રેરિત વેન્ટ્સ અને ઈન્ટીગ્રેટેડ વિંગલેટ્સ, જે તેની રેસ- આધારિત ઓળખને મજબૂત બનાવે છે.
- MULTIPOINT® પ્રોજેક્ટર હેડલેમ્પ્સ શ્રેષ્ઠ પ્રકાશ પ્રદાન કરે છે.
- સિગ્નેચર ‘T’ ટેલ લેમ્પ, વિશિષ્ટ અને ઉન્નત દૃશ્યતા માટે નિર્મિત.
- ગેમિંગ કન્સોલ–પ્રેરિત હાઇ–રેઝ TFT.
- સ્પોર્ટ–ટ્યુન્ડ સસ્પેન્શન, હળવા વજનના એલોય અને પર્ફોમન્સ એક્ઝોસ્ટ, જે દ્રશ્ય અને કાર્યાત્મક રીતે તેના સ્પોર્ટી કેરેક્ટરને જકડી રાખે છે.
નવા યુગના રાઇડર માટે ટેક સજ્જ ફીચર્સ
હાઇ–રેસ TFT ક્લસ્ટર અને TVS SmartXonnect™ થી સજ્જ, TVS NTORQ 150માં 50થી વધુ કનેક્ટેડ ફીચર્સ છે, જેમાં એલેક્સા અને સ્માર્ટવૉચ ઇન્ટિગ્રેશન, ટર્ન–બાય–ટર્ન નેવિગેશન, વ્હીકલ ટ્રેકિંગ, છેલ્લા પાર્કિંગનું લોકેશન, કોલ/મેસેજ/સોશિયલ મીડિયા એલર્ટ, રાઇડ મોડ્સ, OTA અપડેટ્સ અને કસ્ટમ વિગેટ્સનો સમાવેશ થાય છે. 4-વે નેવિગેશન સ્વિચ અને ઇન્ટિગ્રેટેડ ટેલિમેટિક્સ સાથેનું એડેપ્ટિવ TFT ડિસ્પ્લે તેને ભારતનું સૌથી અદ્યતન સ્કૂટર ઇન્ટરફેસ બનાવે છે.
સલામતી અને આરામ
આ સ્કૂટર ABS અને ટ્રેક્શન કંટ્રોલ (સેગમેન્ટમાં પ્રથમ), ક્રેશ અને ચોરીનું એલર્ટ, હેઝાર્ડ લેમ્પ્સ, ઇમરજન્સી બ્રેક વોર્નિંગ અને ફોલો-મી હેડલેમ્પ્સ સાથે ચાલકના આત્મવિશ્વાસને સુનિશ્ચિત કરે છે. ટેલિસ્કોપિક સસ્પેન્શન, એડજસ્ટ કરી શકાય તેવા બ્રેક લીવર્સ, પેટન્ટ સાથેનાં E-Z સેન્ટર સ્ટેન્ડ અને 22 લીટરના સીટ નીચેના સ્ટોરેજ સાથે આરામમાં વધારો કરવામાં આવ્યો છે.
કલર પેલેટ
TVS NTORQ 150ને બે વેરિઅન્ટમાં ઓફર કરવામાં આવશે:
- TVS NTORQ 150 – સ્ટીલ્થ સિલ્વર, રેસિંગ રેડ, ટર્બો બ્લૂ
- TVS NTORQ 150, TFT ક્લસ્ટર સાથે – નાઇટ્રો ગ્રીન, રેસિંગ રેડ, ટર્બો બ્લૂ